નેશનલ

આ રીતે બુક કરશો ટિકિટ તો મળશે કન્ફર્મ લોઅર બર્થ, IRCTC પણ નહીં શેર કરે આ સિક્રેટ ટિપ્સ…

આપણામાંથી મોટાભાગના લોકોએ પોતાના પરિવાર સાથે એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી મોટું અને બિઝીએસ્ટ કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. ઘણી વખત એવું પણ થયું હશે કે પરિવારના પ્રવાસ કરી રહેલાં દાદા-દાદી, નાના-નાની અને બીજા વડીલોને લોઅર બર્થ નથી મળતી. આવી સ્થિતિમાં આપણામાં મુશ્કેલી થાય છે અને આપણે આપણા આસપાસના લોકો સાથે સીટની અદલાબદલી કરવી પડે છે. પરંતુ આજે અમે અહીં તમને એવી સિક્રેટ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને ફોલો કરીને તમને કન્ફર્મ લોઅર બર્થ જ મળશે.
ઈન્ડિયન રેલવેએ સિનીયર સિટીઝનની સુવિધા માટે લોઅર બર્થ રિઝર્વેશન માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમ ખાસ કરીને 60 વર્ષથી ઉપરના પુરુષ અને 45 વર્ષથી ઉપરની મહિલા પ્રવાસીઓ પર લાગુ થાય છે.

રેલવે દ્વારા આ નિયમો તેમની મુસાફરી આરામદાયક રહે એ માટે બનાવ્યા છે. પરંતુ ઘણી વખત આ નિયમોની જાણકારી ના હોવાને કારણે તેનો લાભ નથી ઉઠાવી શકતા. આજે અમે અહીં તમને ટિકિટ બુક કરાવતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખશો તો તમને લોઅર બર્થ મળશે એ વિશે જણાવવાઈ જઈ રહ્યા છીએ.

આવો જોઈએ કઈ છે આ બાબતો

સિનિયર સિટીઝન માટે ટિકિટ બુક કરાવતી વખતે હંમેશા આઈઆરસીટીસી દ્વારા બનાવવામાં આવેલા કોટા (IRCTC Senior Citizen Quota)નું ખ્યાલ રાખો. આઈઆરસીટીસી અને બીજા ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેફોર્મ પર આ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આ કોટામાં ટિકિટ બુક કરવામાં આવે તો કન્ફર્મ લોઅર બર્થ મળવાના ચાન્સીસ વધી જાય છે. જો આખો પરિવાર સાથે પ્રવાસ કરી રહ્યો છે તો પણ એક વાતનું ધ્યાન એ રાખો કે સિનિયર સિટીઝન્સની ટિકિટો અલગથી બુક કરવામાં આવે. ગ્રુપ બુકિંગમાં સિનીયર સિટીઝન્સને લોઅર બર્થ મળવાની શક્યતા ઘટી જાય છે. તહેવારોની સિઝનમાં જો તમે સિનીયર સિટીઝન્સ માટે ટિકિટ બુક કરો છો તો તેમાં 15 દિવસનો ગેપ હોવો જોઈએ, કારણ કે જેવું રિઝર્વેશન ઓપન થાય ત્યારે ટિકિટ બુક કરવામાં આવે તો લોઅર બર્થ મળવાની શક્યતા વધી જાય છે. એસી કોચ કરતાં પણ સ્લિપર કોચમાં વધારે સીટ હોય છે આવી સ્થિતિમાં લોઅર બર્થના ઓપ્શન્સ વધારે હોય છે.

Also read: ભારતીય રેલવેનો નવો નિયમ સારો કે માથાનો દુ:ખાવો?

ઈન્ડિયન રેલવેમાં ફેસ્ટિવ સિઝનમાં તો ટિકિટોની ખૂબ જ મારામારી હોય છે અને ઘણી વખત તમામ તકેદારીઓ રાખવા છતાં પણ લોઅર બર્થ નથી જ મળતી અને મિડલ કે અપર બર્થ મળે છે. આવી સ્થિતિમાં તમારે વધારે ટેન્શન લેવાની જરૂર નથી. ટિકિટ ચેકરના આવવાની રાહ જુઓ અને તેમને લોઅર બર્થ માટે રિક્વેસ્ટ કરો. જો લોઅર બર્થ ઉપલબ્ધ હશે તો તેઓ ચોક્કસ જ તમને સીટ ટ્રાન્સફર કરી આપશે નહીં થોડી રાહ જુઓ તેઓ તમારા માટે લોઅર બર્થનો બંદોબસ્ત કરી આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button