જેસલમેર બસ એક્સિડેન્ટઃ આખો મેઘવાલ પરિવાર જીવતો ભૂંજાયો અને વૃદ્ધ મા દીકરીના પરિવારની રાહ જોતી રહી

જેસલમેરથી જોધપુર જતી એક બસ સાથે ભયંકર અકસ્માતે ઘણા પરિવારોની ખુશીઓ છીનવી લીધી. મંગળવારે બપોરે 03:30 વાગ્યે જેસલમેરથી જોધપુર સ્લીપર બસમાં આગ લાગી હતી. જો કે આ આગ લાગવાના કારણ અંગે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. બાદમાં, એવો દાવો કરવામાં આવ્યો હતો કે એસી કોમ્પ્રેસર પાઇપ ફાટ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોનો દાવો છે કે બસની ડેકી ફટાકડાથી ભરેલો હતો, જેના કારણે આગ લાગી હતી.
આ દુર્ઘટનામાં અનેક પરિવારના માળો વિખાય ગયા. જ્યારે આ દુર્ઘટનામાં પાંચ લોકો એવા હતા, કે એક પરિવારના હતા. મહેન્દ્ર મેઘવાલના પોતાના આખા પરિવાર સાથે દિવાળીની રજા માણવા ઘરેથી જઈ રહ્યા હતા. દિવાળીના વેકેશેનની આ મુસાફરી તેના પરિવાર માટે અંતિમ સફર બની ગઈ. આ ઘટનાએ દિવાળીના તહેવારને માતમમાં બદલી નાખ્યો, અને અનેક પરિવારોના સપના ચકનાચૂર થઈ ગયા.
દુર્ઘટનામાં મહેન્દ્ર મેઘવાલ, તેમની પત્ની પાર્વતી, પુત્રીઓ ખુશબૂ અને દીક્ષા તેમજ પુત્ર શૌર્યનું મોત થયું. આગ એટલી ભીષણ હતી કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. પોલીસે ઓળખ માટે DNA ટેસ્ટની તૈયારી શરૂ કરી છે. આ દુર્ઘટનામાં કુલ 20 લોકોના મોત થયા, જેનાથી જોધપુરના ડેચૂ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મહેન્દ્ર, જે જેસલમેર આર્મી ડેપોમાં કામ કરતા હતા, દિવાળીની રજાઓમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેની વૃદ્ધ માતા ડેચૂ ગામમાં પોતાના પુત્ર અને પૌત્ર-પૌત્રીઓની રાહ જોતી હતી, પરંતુ આ અકસ્માતે તેની આશાઓ ભાંગી નાખી. પોલીસ મહેન્દ્રની માતાને જોધપુર લાવવાનો પ્રયાસ કરી રહી છે, અને જરૂર પડે તો ડોક્ટરોની ટીમ ડેચૂ મોકલવામાં આવશે. પાર્વતીનો ભાઈ પણ શબગૃહ પહોંચ્યો, પરંતુ દરેકની આંખોમાં આસુ અને વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.
આપણ વાંચો: ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રવિ નાઈકનું નિધનઃ મોદીએ આપી શ્રદ્ધાંજલિ