Honorary Knighthood: સુનીલ ભારતી મિત્તલ નાઈટહુડથી સન્માનિત
લંડનઃ ભારતી એન્ટપ્રાઈઝના સ્થાપક અને ચેરમેન સુનિલ ભારતી મિત્તલ (Sunil Bharti Mittal)ને યુનાઇટેડ કિંગડમમાં રાજા ચાર્લ્સ ત્રીજા દ્વારા માનદ નાઇટહુડ (Honorary Knighthood)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મિત્તલ કિંગ ચાર્લ્સ તરફથી નાઇટહુડ મેળવનાર પ્રથમ ભારતીય છે. તેમને નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કેબીઇ એ બ્રિટિશ સાર્વભૌમ દ્વારા નાગરિકોને આપવામાં આવતા સર્વોચ્ય સન્માનોમાંનું એક છે. તે વિદેશી નાગરિકોને આપવામાં આવતી માનદ ડિગ્રી છે. સુનિલ ભારતી મિત્તલ પૂર્વે રતન ટાટા, રવિ શંકર અને જમશેદ ઈરાનીને આ સન્માન રાણી એલિઝાબેથ દ્વારા આપવામાં આવ્યું હતું.
સુનીલ ભારતી મિત્તલે કહ્યું કે મહારાજ કિંગ ચાર્લ્સ તરફથી મળેલી આ સન્માનજનક માન્યતાથી હું ખૂબ જ નમ્ર છું. યુકે અને ભારત વચ્ચે ઐતિહાસિક સંબંધો છે. જે હવે વધતા સહકાર અને સહયોગના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. હું અમારા બે મહાન દેશો વચ્ચે આર્થિક અને દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. હું યુકે સરકારનો આભારી છું. સુનીલ ભારતી મિત્તલને ૨૦૦૭માં ભારતના ત્રીજા સર્વોચ્ય નાગરિક સન્માન પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
તેમણે ભારતના જી૨૦ પ્રેસિડેન્સી દરમિયાન આફ્રિકન ઇકોનોમિક ઇન્ટિગ્રેશન પર બી૨૦ ઇન્ડિયા એક્શન કાઉન્સિલના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન/યુનેસ્કો બ્રોડબેન્ડ કમિશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં સેવા આપતા કમિશનર પણ છે.
નાઇટહુડ નાઇટ કમાન્ડર(કેબીઇ) પ્રવૃતિના કોઇપણ ક્ષેત્રમાં અથવા રાષ્ટ્રીય સ્તરે પ્રેરણાદાયી અને નોંધપાત્ર તરીકે પીઅર જૂથો દ્વારા માન્યતા પ્રાપ્ત ક્ષમતામાં મુખ્ય યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. માનદ ક્ષમતામાં વિદેશી નાગરિકોને કેબીઇ એનાયત કરવામાં આવે છે.