નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election 2024: તમારા પીએમ પદના ઉમેદવાર કોણ છે?’ INDI ગઠબંધનને અમિત શાહનો પડકાર

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) વિપક્ષી પાર્ટીઓના INDI ગઠબંધન પર જોરદાર હુમલો કર્યો છે. અમિત શાહે INDI એલાયન્સને કહ્યું છે કે તેઓ જણાવે કે તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે આ દેશે 3 દાયકા સુધી અસ્થિર સરકાર રહેવાની કિંમત ચૂકવી છે. 3 દાયકા સુધી અસ્થિર સરકારો ચાલી પરંતુ છેલ્લા 10 વર્ષમાં દેશને મજબૂત નેતૃત્વ મળ્યું, દેશને સ્થિરતા મળી છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી દેશમાં નીતિઓ અને વિકાસ કાર્યક્રમોમાં સ્થિરતા આવી છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે જો INDI ગઠબંધન કહે છે કે શરદ પવાર એક વર્ષ માટે પીએમ ચૂંટાશે, મમતાજી એક વર્ષ માટે ચૂંટાશે, સ્ટાલિન એક વર્ષ માટે ચૂંટાશે અને જો કંઈ બાકી રહેશે તો રાહુલ ગાંધી પીએમ બનશે. આ દેશ આ રીતે નથી ચાલતો .

ગૃહમંત્રી શાહે કહ્યું કે ભારતમાં ત્રણ દાયકાથી અસ્થિર સરકાર રહી અને નબળા વડાપ્રધાન આવ્યા. પરંતુ છેલ્લા 10 વર્ષથી દેશને મજબૂત નેતૃત્વ મળ્યું છે. શાહે કહ્યું કે હું દેશની જનતાને દિલથી અપીલ કરવા માંગુ છું કે આની કોઈ શક્યતા નથી, પરંતુ જો INDI ગઠબંધનને બહુમતી મળે તો પણ દેશની જનતાએ વિચારવું જોઈએ કે તેના વડાપ્રધાન કોણ બનશે?

આગામી ૭મી મેના રોજ લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે (102 બેઠકો) અને ચૂંટણીનો બીજો તબક્કો 26 એપ્રિલે (88 બેઠકો) પૂર્ણ થયો હતો.ત્રીજા તબક્કામાં કુલ 94 બેઠકો માટે મતદાન થશે. આ તમામ બેઠકોના ચૂંટણી પરિણામો પંચ દ્વારા 4 જૂનના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…