આપણું ગુજરાતનેશનલ

કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah અમદાવાદમાં વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જાણો તેની વિશેષતા

અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah)આજે અમદાવાદમાં રાજ્યના સૌથી મોટા ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ‘નું ઉદ્ધઘાટન કરાશે. અમદાવાદના પીપળજ ખાતે પીપીપી ધોરણે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. લોકભાગીદારીના મોડલ સાથે 375 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં દરરોજ એક હજાર મેટ્રિક ટન
ઘન કચરામાંથી 15 મેગાવોટ ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.

પ્રતિ કલાક 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે

આ કચરાને બાળીને તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. જે વીજળી ઉત્પન્ન થશે તેને પાવર ગ્રીડ માં સપ્લાય કરવામાં આવશે આવનાર છે. તથા પ્રતિ કલાક 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે અને દરરોજ 360 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે.

શહેરમાંથી દરરોજ 4000 ટન ઘન કચરો એકત્ર

અમદાવાદ શહેરમાંથી દરરોજ 4000 ટન ઘન કચરો નીકળે છે. જેને પીરાણા ડમ્પ સાઇટ ખાતે નાખવામાં આવે છે. વર્ષો થી એક જ સ્થળે કચરા નો નિકાલ થતો હતો. જેના કારણે આ વિસ્તારમાં લોકોને દુર્ગંધમાંથી પસાર થવું પડતું હતું. ત્યારે થોડા સમય પહેલા અહીં કામ શરૂ કરવામાં આવ્યું હતું.

Also Read – અમારી સરકાર એક ઈંચ જમીન સાથે પણ સમજૂતી ન કરી…

45 એકર જમીન ઉપરથી કચરો દૂર કરાયો

જ્યાં આજે 45 એકર જમીન ઉપરથી કચરો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. હાલ જે કચરો બાકી રહ્યો છે તેમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે બે પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તથા આગામી દિવસોમાં અન્ય પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button