અમારી સરકાર એક ઈંચ જમીન સાથે પણ સમજૂતી ન કરી શકે, દિવાળી પર કચ્છમાં પીએમ મોદીનો હુંકાર
PM Modi News: દેશમાં આજે દિવાળીનું (Diwali 2024) પર્વ મનાવવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ પીએમ મોદી તેમની દિવાળી દેશના (PM Modi celebrates diwali with jawans) જવાનો સાથે મનાવી રહ્યા છે. પીએમ મોદીએ દિવાળીના અવસર પર ગુજરાતના કચ્છમાં દેશના જવાનોને મીઠાઈ ખવરાવી અને તેમને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું, હું ભારત માતાની સેવા માટે તૈનાત દેશના દરેક જવાનને દિવાળીની શુભકામના પાઠવું (I extend my best wishes to you all) છું. આ શુભકામના તમારા પ્રત્યે 140 કરોડ દેશવાસીઓનો કૃતજ્ઞ ભાવ છે. માતૃભૂમિની સેવાનો અવસર સૌભાગ્યથી મળે છે. આ સેવા આસાન નથી, માતૃભૂમિને સર્વસ્વ માનવાની સાધાના છે.
પીએમ મોદીએ કહ્યું, જ્યારે વિશ્વ તમને જુએ છે ત્યારે તેમાં ભારતની શક્તિ દેખાય છે. પરંતુ જ્યારે દુશ્મનો જુએ છે ત્યારે તેમની મેલી મુરાદ અને અંત દેખાય છે. જ્યારે તમે જોશમાં ગર્જના કરો છો ત્યારે આતંકવાદીઓ પણ કાંપી જાય છે. પીએમ મોદીએ કહ્યું, આ દેશમાં એવી સરકાર છે જે દેશનીએક ઈંચ જમીન સાથે પણ સમજૂતી ન કરી શકે.
આ પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ સરહદના જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું ક્યારેક કહું છું કે એક આર્મી, એક એરફોર્સ અને એક નેવીમાં મને એક-એક-એક નજરે પડે છે. પરંતુ જ્યારે તેમનો સંયુક્ત અભ્યાસ હોય ત્યારે મને એક-એક-એક નહીં 111 નજરે પડે છે. 21 સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આજે આપણે આપણી સેનાઓ, આપણા સુરક્ષા દળોને આધુનિક સંસાધનોથી સજ્જ કરી રહ્યા છીએ. અમે અમારી સેનાને વિશ્વના સૌથી આધુનિક સૈન્ય દળોની લીગમાં મૂકી રહ્યા છીએ. અમારા આ પ્રયાસોનો આધાર સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા છે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે ભારતમાં સ્વદેશી સબમરીન બનાવવામાં આવી રહી છે. આજે આપણું તેજસ ફાઈટર પ્લેન વાયુ સેનાની તાકાત બની રહ્યું છે. પહેલાં ભારતની ઓળખ હથિયાર મંગાવનારા દેશ તરીકેની હતી. આજે ભારત વિશ્વના ઘણા દેશોને ડિફેન્સ ઉપકરણ એક્સપોર્ટ કરી રહ્યું છે.