અહીંયા મુખ્ય પ્રધાન પદ ગયું અને ત્યાં શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર…

મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશના નવા મુખ્ય પ્રધાન મોહન યાદવે કારભાર સંભાળી લીધો છે અને રંગેચંગે શપથવિધિ સમારોહ પાર પડ્યો. પરંતુ આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તેમણે લાઈમલાઈટ ચોરી લીધી હતી. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ.
વાત જાણે એમ છે કે એમપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર પ્રોફાઈલ બદલી નાખ્યું છે અને તેમણે પ્રોફાઈલમાં પોતાને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગણાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં તેમણે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર શિવરાજ સિંહ ચૌહાણે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન બનવા બદ્દલ મોહન યાદવને શુભેચ્છાઓ પાઠવી હતી અને પોસ્ટ કરી હતી કે કર્મઠ સાથી મોહન યાદવને ભાજપા વિધાયક દળની બેઠકમાં મધ્ય પ્રદેશના સીએમ તરીકે પસંદગી થવા બદ્દલ ખુબ ખુબ અભિનંદન. મને વિશ્વાસ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ તમે મધ્ય પ્રદેશને નવી ઊંચાઈ અને પ્રગતિની રાહ પર લઈ જશો.
અહીંયા તમારી જાણ માટે કે શિવરાજ સિંહ ચૌહાણ દોઢ દાયકા કરતાં વધુ લાંબા સમય સુધી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે રાજ્યની કમાન સંભાળી હતી. ભાજપ જ્યારે આ વખતે ચૂંટણીના મેદામાં ઉતરી ત્યારે પણ શિવરાજ સિંહ ચૌહાણ જ મુખ્ય પ્રધાન બનશે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી. ભાજપને મધ્ય પ્રદેશમાં જંગી જીત મળી અને 230માંથી 163 સીટ પર ભાજપે કબજો કર્યો હતો. જોકે, આ વિજય બાદ પણ ચૌહાણે મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું હતું.