નવા વર્ષ પહેલા ભારતીય પાસપોર્ટ નબળો પડ્યો! હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના રિપોર્ટમાં ખુલાસો…

નવી દિલ્હીઃ ભારતને 2026 પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. વૈશ્વિક સ્તરે ભારતીય પાસપોર્ટનો ક્રમ નીચે ગયો હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક સ્તરે ભારતીય પાસપોર્ટનું સ્થાન હવે નીચે પડીને 85 એ પહોંચી ગયું છે. આ પહેલા ભારતીય પાસપોર્ટ 80મા નંબરે હતો. જો કે, માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય વિકસિત દેશોને પણ આ ઝટકો લાગ્યો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 દ્વારા પાસપોર્ટની એક યાદી જાહેર કરવામાં આવી છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025ની યાદીમાં અમેરિકા જે પહેલા 10મા ક્રમે હતું તે બે સ્તર નીચે જઈને 12મા નંબરે પહોંચી ગયું છે.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના રિપોર્ટની વાત કરવામાં આવે તો, ભારતીય પાસપોર્ટની સ્થિતિ વધારે કમજોર થઈ છે. વૈશ્વિક ક્રમમાં ભારતનું પહેલા જે 80મું સ્થાન હતું. તે હવે ઘટનીને 85એ પહોંચી ગયું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025ની યાદીમાં સિંગાપુરે પોતાનું પહેલુ સ્થાન હજી પણ જાળવી રાખ્યું છે. વિશ્વભરના પાસપોર્ટનો ક્રમ કયો હોય છે તેના પર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવતો હોય છે.
ભારતીય નાગરિકો કેટલા દેશોમાં જ વિઝા વિના યાત્રા કરી શકે છે?
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 પ્રમાણે ભારતીય પાસપોર્ટનો ક્રમ નીચે ગયો હોવા કારણે હવે ભારતીય નાગરિકો માત્ર 56થી 59 દેશોમાં જ વિઝા વિના યાત્રા કરી શકશે. આ સાથે સિંગાપુરનો પાસપોર્ટ ધરાવતા નાગરિકો વિઝા વિના 193 દેશોમાં, દક્ષિણ કોરિયાના નાગરિકો 190 દેશોમાં, જાપાનના નાગરિકો 189 દેશોમાં અને જર્મની, ઈટલી, સ્પેન તથા સ્વિત્ઝરલૅન્ડના નાગરિકો 187 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે.
આ પણ વાંચો…ભારતીય પાસપોર્ટમાં થશે પાંચ મહત્ત્વના સુધારા, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ભારતીય પાસપોર્ટનું સ્થાન કેમ નીચે ગયું?
આ રિપોર્ટમાં ભારતીય પાસપોર્ટનું સ્થાન પાંચ અંક નીચે ગયું છે. તેમાં નિષ્ણાતોને ત્રણ મોટા કારણો જણાવી રહ્યાં છે. પહેલું કે, કેટલાક દેશો દ્વારા વિઝાના નિયમો કડક કરી દેવામાં આવ્યાં છે. ભારતે પણ પોતાના વિઝા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. આ સાથે વિશ્વમાં અત્યારે ટકોટકીની પરિસ્થિતિ સર્જાયેલી છે તે પણ એક કારણ હોઈ શકે છે. અમેરિકાની વાત કરવામાં આવે તો, અમેરિકન રાષ્ટ્રપતિએ વિઝાના નિયમો કડક કર્યા અને ફીમાં વધારો કર્યો તેના કારણે અમેરિકી પાસપોર્ટનું સ્થાન નીચે ગયું છે.



