
નવી દિલ્હીઃ મથુરાના સાંસદ હેમા માલિનીએ પણ ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને ઓલિમ્પિક ફાઇનલમાં ગેરલાયક ઠેરવવા પર પ્રતિક્રિયા આપી છે. તેણે ખેલાડીઓ અને કલાકારોને તેમના વજન પ્રત્યે સભાન રહેવા અને તેને જાળવી રાખવા જણાવ્યું છે. હેમા માલિની પોતે 75 વર્ષનાં છે અને હજુ ભારતનાટ્મ નૃત્ય સ્ટેજ પર પર્ફોમ કરે છે. આથી તેઓ કલાકાર ને ખેલાડીની ફીટનેસને મહત્વ આપે છે.
પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધારે હોવાને મામલે હોબાળો થઈ રહ્યો છે. દેશના વડાપ્રધાનથી લઈને રાજકીય નેતાઓ, કલાકારો, ખેલાડીઓ અને દરેક સામાન્ય ભારતીય આને કમનસીબ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં મથુરાના ભાજપ સાંસદ અને બોલીવૂડ અભિનેત્રી હેમા માલિનીએ પણ દુખ વ્યક્ત કર્યું છે અને આ ઘટનાથી શીખવાનું કહ્યું છે.
મથુરાના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે વિનેશ ફોગાટને 100 ગ્રામના કારણે ઓલિમ્પિક ફાઈનલમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. આ બતાવે છે કે તમારું વજન નિયંત્રણમાં રાખવું કેટલું જરૂરી છે. તમણે કહ્યું કે તે ખૂબ જ વિચિત્ર લાગે છે કે માત્ર 100 ગ્રામ વજનના કારણે તેણીને અયોગ્ય ઠેરવવામાં આવી.
તેણે કહ્યું કે વિનેશ ફોગાટને વજનના કારણે ગેરલાયક ઠેરવવાને કારણે આપણે શીખવું જોઈએ કે સ્વસ્થ રહેવું અને વજન જાળવી રાખવું આપણા માટે કેટલું મહત્વનું છે. ખાસ કરીને આપણે બધા કલાકારો અને મહિલાઓએ એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે 100 ગ્રામ વધારે વજન પણ કેટલું મહત્વનું બની રહે છે.
આ પણ વાંચો : દિલથી દેશી કુસ્તીબાજ ધાકડ ગર્લ વિનેશ ફોગાટના દેશી રૂપ જોયા કે…..
હેમા માલિનીએ કહ્યું કે વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવાથી આપણે ખૂબ જ દુઃખી છીએ. હું ઈચ્છું છું કે તે તરત જ 100 ગ્રામ વજન ઓછું કરે. પરંતુ હવે તેમને તક નહીં મળે.
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને 50 કિગ્રા વજન વર્ગમાં કુસ્તીમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. કારણ કે તેનું વજન થોડું વધી ગયું હતું. આજે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા થવાની હતી. હવે તે આમાંથી બહાર છે. પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ કહેવામાં આવ્યું હતું કે તેનું વજન 50 કિલોથી 100 ગ્રામ વધારે છે.