દિલથી દેશી કુસ્તીબાજ ધાકડ ગર્લ વિનેશ ફોગાટના દેશી રૂપ જોયા કે…..
વિનેશ ફોગાટે પેરિસ ઑલિમ્પકમાં 50 kg free style કુસ્તીમાં ભાગ લીધો હતો. વિનેશ ફોગાટે દેશવાસીઓના દિલમાં ગોલ્ડ મેડલની આશા જગાવી હતી. જોકે, તેના વધેલા વજનને કારણે તેને ફાઇનલ રમવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.
કુસ્તીમાં ભલભલાને ધૂળ ચાટતા કરી દેનારી વિનેશ ફોગાટ દિલથી તો એકદમ દેશી છે. તેનું દેશીપણું તેની શૈલી અને ફેશન અને સ્ટાઇલમાં પણ જોવા મળે છે. કુસ્તીના મેદાનમાં ભલભલાને ભૂ પાઇ દેનાર વિનેશના ઇન્સ્ટાગ્રામ પર તેના દેશી લૂકના અનેક ફોટા જોવા મળશે, જેમાં તે દરેક લુકમાં અદભૂત લાગી રહી છે.
લહેંગા ચોલી હોય કે પછી સાડી હોય કે પછી પંજાબી સૂટ હોય- દરેક પરિધાનમાં વિનેશ શોભી ઉઠે છે. તેનામાં ફેશનની પણ સારી સમજ છે. ટ્રેડિશનલમાં પોતાના લૂકને કંપ્લીટ કરવા તે હંમેશા બુટ્ટી, નેકલેસ, બંગડી અને મેકઅપના ટચનો સહારો લે છે જ અને એના કપાળે બિંદી પણ જોવા મળે છે . ક્યારેક બન ટાઇપ બાંધેલા વાળમાં તો ક્યારેક વાળને છૂટા રાખીને તો ક્યારેક પોની ટેઇલ બાંધીને વિનેશ ભારતીય નારીના સુંદર પ્રતિક સમી લાગતી હોય છે. તેનો દેખવ હંમેશા સરળ અને સુંદર જ હોય છે.
આ પણ વાંચો : વિનેશ ઉપરાંત આ ખેલાડીઓને પણ શોકિંગ રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યા, જાણો શું થયું હતું