અન્ય હેલિકોપ્ટર બાદ હવે “ધ્રુવ”ની પણ ઉડાન પર રોક; શા માટે સેના લઈ રહી છે આવા નિર્ણય?

નવી દિલ્હી: ભારતીય સેનાને એક મોટો ફટકો પડ્યો છે. દેશના સૌથી વિશ્વસનીય એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ‘ધ્રુવ’ ને ટેકનિકલ ખામીને કારણે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. લગભગ 330 હેલિકોપ્ટર ગ્રાઉન્ડેડ હોવાથી, લશ્કરી કામગીરી, ખાસ ચોકી પર સપ્લાય, જાસૂસી મિશન ઠપ્પ થઈ ગયા છે.
આ હેલિકોપ્ટરને ભારતીય સેના, વાયુસેના, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ માટે કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે ત્યારે છે, પરંતુ જાન્યુઆરી 2025 માં પોરબંદર દુર્ઘટના બાદ આ બધા હેલિકોપ્ટર ત્રણ મહિનાથી ગ્રાઉન્ડેડ છે.
આપણ વાંચો: ભારતીય સેનાની માનવતા; PoKથી મૃતદેહો પરત લાવવામાં કરી મદદ…
ત્રણ મહિના માટે ગ્રાઉન્ડેડ
મળતી વિગતો અનુસાર આ વર્ષની શરૂઆતથી ધ્રુવ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ને ગ્રાઉન્ડિંગ કરવાથી લશ્કરી કામગીરી પર અસર પડી રહી છે. ચીન અને પાકિસ્તાન સરહદો પર તૈનાત સેનાનો કાફલો પોસ્ટ પર દેખરેખ, જાસૂસી, શોધખોળ અને બચાવ મિશન માટે ALH પર ખૂબ આધાર રાખે છે.
ત્રણ મહિના માટે ગ્રાઉન્ડેડ હોવાને કારણે તેની સૌથી વધુ અસર ભારતીય સેનાને થઈ છે, જેની પાસે 180 થી વધુ ALHsનો કાફલો છે. વાયુસેના અને નૌકાદળને પણ મોટા પ્રમાણમાં અસર થઈ રહી છે.
આપણ વાંચો: પાકિસ્તાને ફરી LoC પારથી ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
સેનાની કામગીરી પર અસર
ભારતીય સશસ્ત્ર દળો પાસે લગભગ 350 ટ્વીન-એન્જિન ‘ધ્રુવ’ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર છે, આ વર્ષની શરૂઆતથી જ તેની સેવા લેવાનું બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે લશ્કરી કામગીરી પર ગંભીર અસર પડી રહી છે.
સૌથી વધુ અસર 11.5 લાખની મજબૂત સેના પર પડી છે, જેની પાસે 180થી વધુ ALHનો કાફલો છે. જેમાં ‘રુદ્ર’ નામના 60 સશસ્ત્ર સંસ્કરણોનો પણ સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના પાસે 75 ALH છે, જ્યારે નૌકાદળ પાસે 24 અને કોસ્ટ ગાર્ડ પાસે 19 છે.
આપણ વાંચો: પાકિસ્તાની સેનાએ આ વર્ષે પહેલીવાર LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું; ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો
પોરબંદર દુર્ઘટના બાદ સેનાએ કર્યો નિર્ણય
હકીકતે 5 જાન્યુઆરીએ પોરબંદરમાં સર્જાયેલી દુર્ઘટનામાં બે કોસ્ટ ગાર્ડ પાઇલટ અને એક એર ક્રૂ ડાઇવરના મૃત્યુ બાદ બધા ALHs ગ્રાઉન્ડેડ કરવાનો સેનાએ નિર્ણય કર્યો હતો.
જ્યારે સશસ્ત્ર દળોએ આગામી 10-15 વર્ષોમાં વિવિધ પ્રકારના 1,000 થી વધુ નવા હેલિકોપ્ટરની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જેમાં 3.5 ટન વર્ગમાં 484 લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર અને 10-15 ટન વર્ગમાં 419 ઇન્ડિયન મલ્ટી-રોલ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.