
પહેલગામઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ મૃતકોમાં એક વિનય નરવાલ, જેઓ નેવીમાં લેફ્ટનન્ટની પોસ્ટ પર હતા તેમનું પણ મોત થયું છે. નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલના લગ્ન તાજેતરમાં થયા હતા. લગ્ન બાદ તરત જ હનીમૂન માટે કાશ્મીરના પહેલગામમાં આવ્યાં હતા. પરંતુ તેમના ક્યાં ખબર હતી તે મંગળવાર તેમના માટે છેલ્લો દિવસ સાબિત થશે! કાશ્મીરમાં થયેલા આતંકવાદીની હુમલાની દેશભરતમાં નિંદા થઈ રહી છે. આતંકવાદીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછીને ગોળી મારી હતી.
મૃતદેહ પાસે ભયભીત થઈને બેઠેલી નવી નવેલી દુલ્હન!
પહેલાગામની આ એક તસવીર હૃદયદ્રાવક છે, જેમાં વિનયની નવી દુલ્હન ખીણની મધ્યમાં તેના મૃતદેહ પાસે ભયભીત થઈને બેઠી છે અને તેના ગુના વિશે વિચાર કરી છે, આખરે તેમણે શું ગુનો કર્યો હતો? હજી તો સંસાર શરૂ પણ નહોતો કર્યો અને આતંકવાદીઓએ સંસારને ખતમ કરી નાખ્યો! લગ્ન થયાને માત્ર થોડી જ દિવસો થયા હતા અને પતિને પોતાની નજર સામે ગુમાવી દેવો પડ્યો! એક પત્ની માટે આનાથી મોટું દુઃખ બીજુ કયું હોઈ શકે?

વિનયના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો
આતંકવાદીમાં જે લોકોના મોત થયા તેમના પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ છવાયો છે. જેમાં વિનયની પણ આતંકીઓ ગોળી મારીને હત્યા કરી હતી. વિનયના પિતાએ પોતાનું બધુ જ ગુમાવી દીધું છે, હવે તેઓ પોતાના દીકરાના મૃતદેહને લેવા માટે પહેલગામ જઈ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. વિનયના પરિવારમાં અત્યારે માતમ છવાયેલો છે. દરેકના ચહેરા પર ખામોશી અને દર્દ છે. આખરે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે.
આતંકવાદીઓને ઠાર કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ
વિનયના ગામના લોકો કહી રહ્યાં છે કે, આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. જો આતંકવાદીઓને છોડી દેવામાં આવશે તો ફરી આવા હુમલાઓ થશે. આવી સ્થિતિમાં આતંકીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ભારતીય સેનાએ આતંકવાદીઓને પકડી પાડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સરકાર દ્વારા પણ આતંકીને ઠાર કરી દેવા માટે સેનાને આદેશ આપવામાં આવ્યો છે.