સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના કેસ પર સુનાવણી, વકીલે કહ્યું- તેમની ધરપકડ ગેરકાયદેસર

દિલ્હી શરાબ પોલીસી કૌંભાડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સંઘવીને સવાલ કર્યો કે તમે જામીન અંગે કોઈ અરજી દાખલ કરી છે? આના જવાબમાં અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે કોઈ અરજી દાખલ કરી નથી. તેનો મતલબ છે કે તમે ધરપકડ અને રિમાન્ડની વિરૂધ્ધ છો, શું તમે જણાવશો કે જામીન અરજી કેમ દાખલ નથી કરી. તેના જવાબમાં અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે અમારી પાસે જરૂરી આધાર પુરાવા છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ગેરકાનુની છે.
અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. કલમ 19 હેઠળ ધરપકડ કરવા માટે ED પાસે કયા કારણો હતા? તેમણે કોર્ટ સમક્ષ કહ્યું કે ઈડીએ જે દસ્તાવેજોની વાત કરી છે તેની સાથે અરવિંદ કેજરીવાલને કોઈ લેવાદેવા નથી. જ્યારે EDએ ECIR દાખલ કર્યો, ત્યાર બાદ કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી. છેલ્લા 18 મહિનામાં. સિંઘવીએ કહ્યું કે મારી ધરપકડના દોઢ વર્ષ પહેલા કેસ શરૂ થયો હતો. 3 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સીબીઆઈએ ચાર્જશીટ પણ દાખલ કરી છે. સીબીઆઈ કેસમાં મારું નામ નથી.
આપણ વાંચો: મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, સંદેશખાલી કેસની CBI તપાસ ચાલુ રહેશે, HCના આદેશ પર સ્ટે નહીં
તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સીબીઆઈ અને ઈડીએ ડિસેમ્બર 2023 સુધીમાં દારૂ નીતિ કેસમાં કોર્ટમાં 10 દસ્તાવેજો જમા કરાવ્યા છે. મારું નામ આમાંથી કોઈમાં નહોતું. રાઘવ મંગુતા, બૂચ્ચી બાબુ, બોઈનપલ્લી, એમએસ રેડ્ડીના નિવેદન લેવામાં આવ્યા છે. પરંતુ અરવિંદ કેજરીવાલની કોઈ ગુનામાં સંડોવણી હોવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પણ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં લાંબા સમયથી જેલમાં છે