એક તરફ શુભાંશુ શુક્લા મળ્યા પીએમને, બીજી બાજુ આ મામલે શશી થરૂરે ફરી કૉંગ્રેસની નસ દબાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે તેમના સત્તાવાર નિવાસસ્થાને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીની વિચારધાર વિરૂદ્ધ વાત કરી દીધી છે.
આ વખતે શશિ થરૂરે અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પર સંસદમાં વિશેષ ચર્ચા કરવામાં આવી તે મામલે કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો છે. કારણ કે, વિપક્ષે શુભાંશુ શુક્લા પર સંસદમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી તેમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. આ મામલે શશિ થરૂરે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોસ્ટ કરીને કટાક્ષ કર્યો છે.
આપણ વાંચો: શશિ થરૂરે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના નામે રાહુલ ગાંધીને આપ્યો આવો સંદેશ? જુઓ વીડિયો
શશિ થરૂર ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીની વિચારધાર વિરૂદ્ધ ચાલ્યા
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જે પોસ્ટ કરી હતી તેમાં શશિ થરૂરે રિપોસ્ટ કરતા લખ્યું કે, ‘વિપક્ષ ખાસ ચર્ચામાં ભાગ નથી લેવાનું, તેથી હું કહેવા માંગુ છું કે કમાન્ડર શુભંશુ શુક્લાના તાજેતરના આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મિશન પર બધા ભારતીયો કેટલા ગર્વ અનુભવે છે.
તે આપણા દેશના પોતાના માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ, ગગનયાન તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું’. પરંતુ શુભંશુ શુક્લા પર સંસદમાં જે ચર્ચા કરવામાં આવી તેમાં કોંગ્રેસે ભાગ લેવાની ના પાડી દીધી હતી. જેથી શશિ થરૂરે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષના નેતાઓ પર કટાક્ષ કર્યો છે.
અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ કિરેન રિજિજુએ કેવી પોસ્ટ કરી?
આ પહેલા કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ પોસ્ટ કરીને હતી. તેમણે લખ્યું છે કે, આપણા હીરો અવકાશયાત્રી કેપ્ટન સુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના સફળ મિશન પછી ઘરે પરત ફર્યા છે.
સંસદ તેમના ઐતિહાસિક કાર્ય અને વિકસિત ભારત તરફની આપણી સફરમાં ભારતની વધતી જતી અવકાશ મહત્વાકાંક્ષાઓ પર એક ખાસ ચર્ચા સાથે તેમનું સન્માન કરશે’ આ પોસ્ટ પર શશિ થરૂરે રિપોસ્ટ કરી હતી.
આપણ વાંચો: 50 ટકા ટેરિફ અંગે શશિ થરૂરે અમેરિકા પર ઉઠાવ્યા સવાલ, ભારતને જવાબ આપવાની સલાહ
વિપક્ષે બિહાર એસઆઈઆર મામલે પણ વિરોધ નોંધાવ્યો
મહત્વની વાતએ છે કે, કોંગ્રેસ પાર્ટીએ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા સંસદમાં ચર્ચામાં ભાગ લેવાની ના પાડીને વિરોધ કર્યો એટલું જ નહીં પરંતુ સાથે સાથે બિહાર એસઆઈઆર મામલે પણ વિરોધ નોંધાવ્યો હતો.
જેથી વિપક્ષ પર અત્યારે અનેક પ્રકારે સવાલો થઈ રહ્યાં છે. અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ ભારતના ગૌરવમાં વધારો કર્યો છે. અત્યારે તેમની આ સિદ્ધિ ભારતની સૌથી મોટી ઉપલ્બ્ધી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીને તેમાં કોઈ જ રસ નથી તેવું લાગી રહ્યું છે.