શિક્ષકોએ માનવતા નેવે મૂકી, હોમવર્ક ના કર્યું તો વિદ્યાર્થીને દોરડે બાંધી બારીએ ઊંધો લટકાવ્યો

પાનીપત, હરિયાણાઃ હરિયાણામાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હરિયાણાના પાનીપતમાં આવેલા એક ખાનગી શાળાનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. પાનીપતના જાતલ રોડ પર આવેલી એક ખાનગી શાળામાં એક કેબ ડ્રાઈવરે સાત વર્ષના છોકરાને માર માર્યો અને તેને ઊંધો લટકાવી દીધો હતો. આ સમગ્ર ઘટના તો એક મહિના પહેલા બની હતી પરંતુ બાળકના માતા-પિતાએ અત્યારે ખબર પડી ત્યારે ફરિયાદ નોંધાવી છે. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.
પરિવારે પોલીસ સ્ટેશનમાં કેબ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી
આ સમગ્ર મામલે શાળાના આચાર્ચને જાણ થતા પરિવારે મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં કેબ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી છે. પરિવારે ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે આરોપી ડ્રાઈવર સામે કલમ 115, 127(2), 351(2) અને કિશોર ન્યાય અધિનિયમ, 2015 ની કલમ 75 ની ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
બાળકો સાથે આવી ક્રૂરતા શા માટે?
આ સિવાય બીજા પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. એક વીડિયોમાં બીજા ધોરણમાં ભણતા બાળકે હોમવર્ક કરીને ના લાવ્યું તો તેને દોરડા વડે બાંધીને બારીએ ઊંધું લટકાવી દીધું અને બાદમાં તેને માર પણ મારવામાં આવ્યો હતો. આ સિવાય બીજા વીડિયોમાં આચાર્યે નાના બાળકને માર મારતા નજરે પડ્યાં હતાં. શાળામાં બની રહેલી આવી ઘટનાઓ અનેક પ્રકારના સવાલો કરે છે. વાલીઓ ખરેખર અત્યારે પોતાના બાળકો જ્યાં ભણે છે ત્યાંની દરેક જાણકારી રાખવી અનિવાર્ય છે.
વાલીઓ શાળામાં આવ્યા તો આચાર્ચે ઘટનાને નકારી કાઢી
આ ઘટના મામલે પરિવારને જાણ થતા વાલીઓ શાળામાં ફરિયાદ કરવા માટે પહોંચ્યાં હતાં. જ્યારે પરિવારે આ મામલે શાળાના આચાર્ચ સાથે પૂછપરછ કરી ત્યારે આચાર્યે એવો દાવો કર્યો તેમને આ વીડિયો મામલે કોઈ જ જાણકારી નથી. બાળકે વાલીને જણાવ્યું કે, શાળાની શિક્ષિકાએ તેને બારીએ લટકાવ્યું હતું. આ પહેલા પણ આ શિક્ષિકાએ આવું કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે હવે વાલીઓએ સતર્ક રહેવાની ખાસ જરૂર છે. આ સમગ્ર ઘટનાઓ વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
આ પણ વાંચો…અમરેલીની સ્કૂલમાં શરમજનક ઘટના: શિક્ષકો ગેરહાજર રહેતા ગામવાસીઓએ ફરકાવ્યો તિરંગો!