ટોપ ન્યૂઝનેશનલ

Happy New Year: નવા વર્ષમાં આ રીતે ધમધમશે દેશનું રાજકારણ

અમદાવાદઃ નવું વર્ષ શરૂ થઈ ગયું અને લોકો તેને ઉત્સાહભેર ઉજવી રહ્યા છે. ગયા વર્ષની મીઠી યાદો સાથે લઈ અને કડવી યાદો ભુલાવી દઈ સૌ નવા વર્ષમાં નવી યાદો ઉમેરવા તૈયાર થઈ રહ્યા છે. આજની ઉજવણી બાદ આવતીકાલથી જીવન રાબેતા મુજબ થશે ત્યારે આવો જાણીએ આવતા વર્ષે દેશ અને વિશ્વ કઈ કઈ ઘટનાઓનું સાક્ષી બનશે.

—–રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાઃ આ ઘટના દરેક ભારતીય કે વિશ્વમાં રહેતા અને હિન્દુ ધર્મનુ સન્માન કરતા લોકો માટે અત્યંત આનંદની છે અને ધાર્મિક છે, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપના ચૂંટણી ઢંઢેરાનો એક ભાગ હોવાથી અને હિન્દુત્વવાદી પક્ષ તરીકે ભાજપ ઓળખાતો હોવાથી તે રાજકીય રંગે પણ રંગાઈ ગઈ છે. અત્યારથી જ કોને આમંત્રણ મળ્યું ને કોણ આવશે કોણ નહીં જેવા વિષયો પણ ચર્ચા અને વિવાદો જાગી રહ્યા છે. આ મુદ્દો આવનારી લોકસભાની ચૂંટણી દરમિયાન મહત્વનો બની રહેશે.

જોકે સામાન્ય જનતા માટે આ એક અત્યંત આનંદની ક્ષણ છે. આ વર્ષની એક એવી ઘટના હશે, જે ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ જશે. જે રામ મંદિર માટે દાયકાઓ સુધી લાંબી કાનૂની લડત ચાલી તે હવે આકાર લઈ રહ્યું છે. અયોધ્યામાં બની રહેલા વિરાટ મંદિરના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ મંદિરમાં ભગવાન રામલલાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ મંદિર લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે. આ પહેલા 5 ઓગસ્ટ 2020ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો.

——-મોદી હેટ્રિક કરશે કે ઈન્ડિયા બ્રેક લગાવશેઃ હાલમાં આ સવાલનો જવાબ આપવો ગણો સરળ છે. એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પોતાનું કદ વધારી રહ્યા છે જ્યારે બીજી બાજુ મહાગઠબંધન ઈન્ડિયામાં ખેંચતાણ ચાલી રહી છે, પરંતુ હજુ ચારેક મહિના બાકી છે અને રાજકારણમાં છેલ્લા બે મહિનામાં શું થયુ તે વિતેલા પાંચ વર્ષ કરતા વધારે મહત્વનું બની જતું હોય છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી ચાર-પાંચ મહિનામાં યોજાશે ત્યારે સતત બે વર્ષથી ભવ્ય વિજય મેળવી રહેલા ભાજપને હેટ્રિકની આશા છે જ્યારે વિપક્ષોને ફરી સત્તામા આવવાની.

ચૂંટણી પંચ માર્ચની શરૂઆતમાં અથવા મધ્યમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. દેશમાં નવ વર્ષથી વધુ સમયથી સત્તામાં રહેલી ભાજપને તેની ત્રીજી ઇનિંગ રમવાની આશા રહેશે તો બીજી તરફ સંભવિત ભારતીય ગઠબંધન પણ પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરશે. આ ચૂંટણી ઉમેદવારો અને મતદારો બન્ને માટે મહત્વની છે.

—-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં પણ ધમાસાણઃ રાષ્ટ્ર બાદ મહારાષ્ટ્રની ચૂંટણીના બ્યૂગલ વાગશે. વર્ષના અંતમાં લગભગ નવેમ્બર આસપાસ મહારાષ્ટ્રની ચૂંટણી આવશે. 2019 બાદ સતત હાલકડોલક રહેતી રાજકીય પરિસ્થિતિ અને ચિત્ર-વિચિત્ર રાજકીય સમીકરણો લોકસભા અને તે બાદ વિધાનસભાની ચૂંટણી માટે મહત્વના બની જશે. મહારાષ્ટ્ર સાથે સૌથી મહત્વની એવી જમ્મુ કાશ્મીરની ચૂંટણી પણ સપ્ટેમ્બરમાં યોજાવાની સંભાવના છે. આર્ટિકલ 370 હટાવાયા બાદ કોર્ટની તાકીદ પ્રમાણે અહીં ચૂંટણી યોજવી જરૂરી બની ગઈ છે. આ ઉપરાંત ભાજપશાસિત હરિયાણાની ચૂંટણી પણ આ વર્ષમાં જ છે. ખેલાડીઓની ભાજપ સરકાર સામેની નારાજગી સહિતના મુદ્દા આ ચૂંટમીમાં ગાજશે. તો વિવાદાસ્પદ મુખ્ય પ્રધાન હેમંત સોરેનના ઝારખંડની ચૂંટણી પણ આ વર્ષમાં જ યોજાશે. આ સાથે રાજધાની દિલ્હી માટે મતદાન ફેબ્રુઆરીમાં હોવાની સંભાવના છે, તેથી આવતા વર્ષના અંત સુધીમાં તેના બ્યુગલ પણ વાગી ગયા હશે. તે પહેલા લોકસભાની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આ રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ છે. હાલમાં, આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં YSR સરકાર છે. અરુણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે. ઓડિશામાં જનતા દળ લાંબા સમયથી સરકારમાં છે, જ્યાં કમાન નવીન પટનાયકના હાથમાં છે. તે જ સમયે, સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટીનું શાસન છે.

જે લોકો સીધી રીતે રાજકારણ સાથે જોડાયેલા છે અને જે નથી તેમના માટે પણ આ તમામ ઘટનાઓ મહત્વની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…