ધન તેરસના દિવસે ખુલ્યા બાંકે બિહારી મંદિરના ખજાના કપાટ, 160 વર્ષ જુનો ખજાનો મળવાની આશંકા...
નેશનલ

ધન તેરસના દિવસે ખુલ્યા બાંકે બિહારી મંદિરના ખજાના કપાટ, 160 વર્ષ જુનો ખજાનો મળવાની આશંકા…

બાંકે બિહારી મંદિરના 160 વર્ષ જૂના ખજાનાને લઈને તાજેતરમાં મોટા સમાચાર આવ્યા છે. આ ઐતિહાસિક મંદિરમાં ધનતેરસના દિવસે ખજાનાના કપાટ ખોલવામાં આવ્યા, જેમાંથી સોના-ચાંદીના સિક્કાઓથી ભરેલા કળશ મળી આવ્યા છે. આ ઘટના મંદિરના ભક્તો અને ઇતિહાસપ્રેમીઓ માટે રસપ્રદ અને આશ્ચર્યજનક છે, કારણ કે આવા ખજાનાની વાતો અનેક વર્ષોથી ચર્ચામાં છે.

મળતી જાણકારી પ્રમાણે શનિવારે 54 વર્ષ પછી મંદિરના ખજાનાના કપાટ ખોલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ પાવર્ડ કમિટીએ 18 સપ્ટેમ્બરે એક વિશેષ સમિતિની રચના કરી હતી. પ્રશાસનિક અધિકારીઓ અને નામાંકિત ચાર ગોસ્વામીની હાજરીમાં આ કપાટ ખોલવામાં આવ્યા. મંદિરના ગર્ભગૃહની નીચે આ ખજાનો હોવાનું કહેવાય છે, અને તેમાં અનેક કિંમતી વસ્તુઓ હોવાનો અનુમાન લગાડવામાં આવી રહ્યો છે.

આ અગાઉ 1971માં ભગવાન બાંકે બિહારીનો ખજાનો ખોલવામાં આવ્યો હતો. આ મામલે મંદિર કમિટીના સભ્ય દિનેશ ગોસ્વામીએ મીડિયાને જણાવ્યું કે, હાલમાં ગર્ભગૃહની નીચેના દરવાજાને ખોલવામાં આવ્યો છે, જ્યાં અંદર મોટા પ્રમાણમાં કચરો અને માટી મળી છે. અત્યાર સુધી ત્યાંથી કોઈ વસ્તુ બહાર કાઢવામાં આવી નથી, અને વધુ તપાસ ચાલી રહી છે.

મંદિરમાં સોના-ચાંદીના આભૂષણો, સોનાના કલશ અને ચાંદીના સિક્કાઓ હોવાના દાવા કરવામાં આવે છે. ગર્ભગૃહની નજીક આ દરવાજાને ખોલવાની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી, અને આખરે સુપ્રીમ કોર્ટની મંજૂરીથી સમિતિને આ જવાબદારી સોંપવામાં આવી. આ કામગીરી દરમિયાન સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ખજાનાના રૂમને લાંબા સમયથી ખોલવામાં આવ્યો ન હોવાથી ત્યાં વિષાક્ત જીવજંતુઓ જેમ કે વીંછી અને સાપ હોવાની આશંકા છે. તેથી ટીમ માસ્ક અને સુરક્ષા સાધનો સાથે અંદર ગઈ છે. વન વિભાગની ટીમ સાપ પકડવાના વિશેષ સાધનો સાથે હાજર છે, અને વિષાક્ત ગેસની આશંકાને ધ્યાનમાં રાખીને લીમડાના પાંદડા પણ મૂકવામાં આવ્યા છે. તબીબી ટીમ પણ કોઈપણ કટોકટી માટે તૈયાર રાખવામાં આવી છે.

આ પણ વાંચો…વૃંદાવનના બાંકે બિહારી મંદિરનો વહીવટ હવે નિવૃત્ત જજ સંભાળશેઃ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button