GST સુધારા: કારના શોખીનોને તમારી મનપસંદ કાર સસ્તામાં મળી શકશે!

ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દરમાં સુધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અનેક વસ્તુઓના ભાવ ઘટી ગયાં છે. જીએસટી સુધારા બાદ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આ સુધારાના કારણે મારુતિ ડિઝાયર હવે સસ્તી થઈ ગઈ છે. આ મારુતિ ડિઝાયર દેશની સૌથી લોકપ્રિય સેડાન કારોમાંની એક છે. જો કે, નવી કિંમતો આગામી 22 સપ્ટેમ્બર 2025થી લાગુ કરવામાં આવશે. જો તમે મારુતિ ડિઝાયર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારે ખાસ વાંચવા જોઈએ.
મારુતિ ડિઝાયર કાર ભારતમાં કેટલી સસ્તી થશે?
જીએસટી સુધારા બાદ નવા ટેક્સ ફોર્મ લાગુ કરવામાં આવ્યાં છે. મહત્વની વાત છે કે, પહેલા 1200 સીસીની પેટ્રોલ કાર અને 1500 સીસીની ડીઝળ કારમાં 28 ટકા જીએસટી ટેક્સ લાગતો હતો, હવે તે સુધારીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે મારૂતિ ડિઝાયરના દરેક વેરિન્ટના ભાવમાં 8.5 ટકાનો ઘટાડો આવ્યો છે. એટલું નહીં પરંતુ ZXI+ કારનો ભાવ સૌથી વધારે 86,000 રૂપિયાનો ઘટી જવાનો છે. જ્યારે બાકીની કાર પર 60 હજારથી 80 હજારનો ઘટાડો નોંધાશે. જેથી કારનો શોખ રાખતા લોકો માટે આ ખુશીના સમાચાર છે.
Maruti Dzire શા માટે લોકોને ખૂબ પસંદ છે?
ડિઝાયરના ફાયદાની વાત કરવામાં આવે તો, આ કારમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ અને રીઅર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ સાથે સાથે 9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, વાયરલેસ ફોન ચાર્જર, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ્સ અને સ્માર્ટ કી જેવી સુવિધાઓ સજ્જ છે. સલામતીની વાત કરીએ તો મારુતિ સુઝુકી ડિઝાયરને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં ફેમિલી સેફ્ટીના સંદર્ભમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે.
ડિઝાયર કાર કેમ લોકોને ખૂબ જ પસંદ છે
આ કાર લોકોને પસંદ છે તેનું કારણ છે કે, ડિઝાયર કારનું માઇલેજ. રિપોર્ટ્સ પ્રમાણે આ કાર 24.79 કિમી પ્રતિ લિટર સુધીની માઇલેજ આપે છે, જ્યારે ઓટોમેટિક વર્ઝનની વાત કરવામાં આવે તો, 25.71 કિમી પ્રતિ લિટર સુધીની માઇલેજ આપે છે. સ્વાભાવિક છે કે, કાર પસંદ આવવાનું આ એક મોટું અને મહત્વનું કારણ તો હોઈ શકે છે. આ માત્ર કાગળ પરના આંકડાની વાત નથી, પરંતુ લોકોએ રિવ્યૂ પણ આપેલા છે કે, વાસ્તવામાં આ કાર આટલું માઇલેજ આપે છે.
આ પણ વાંચો…..GST ઘટાડાને કારણે પહેલી નવરાત્રિથી કારના ભાવમાં 11 લાખનો ઘટાડો, કઈ કારના ભાવ કેટલા ઘટશે?