
નવી દિલ્હી: GST કાઉન્સિલના GoMએ કેન્દ્ર સરકારના નવા GST સ્લેબના પ્રસ્તાવને GST કાઉન્સિલ સમક્ષ મૂક્યો હતો. જેને મંજૂર કરવા માટે આજે GST કાઉન્સિલની 56મી બેઠક મળી હતી.
આ બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જે દેશના નાગરિકોને રાહત આપશે અને મોંઘવારીને નિયંત્રણમાં લાવશે.
12 ટકા અને 18 ટકા GST સ્લેબ રદ
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતમાં આજે GST કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં માત્ર બે GST સ્લેબને માન્ય રાખવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. જેથી હવે 5 ટકા અને 18 ટકા એમ બે જ GST સ્લેબ અમલમાં રહેશે. આ પ્રસ્તાવની સાથે જ 12 ટકા અને 28 ટકા GST સ્લેબને રદ કરવામાં આવ્યા છે.
હવેથી 12 ટકા અને 18 ટકા GST સ્લેબમાં આવતી વસ્તુઓ 5 ટકા અને 18 ટકા GST સ્લેબમાં આવી જશે. જોકે, આજની GST કાઉન્સિલ બેઠકમાં મંજૂર કરેલા તમામ પ્રસ્તાવોની અમલવારી 22 સપ્ટેમ્બર 2025થી થશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 250થી વધુ વસ્તુઓ પર 12% કરમાં ફેરફાર કરીને તેમાંથી 223ને 5%માં અને બાકીને 18%માં મૂકવામાં આવી શકે છે. આ સિવાય 28% સ્લેબમાંથી લગભગ 30 વસ્તુઓને 18%માં લાવવાની સરકારની યોજના છે.
જેમાં વાહનોના પાર્ટ્સ, એર કંડિશનર, ટીવી, મોટરસાયકલ અને લેડ-એસિડ બેટરી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી કપડાં, ખાદ્યવસ્તુઓ, સિમેન્ટ જેવી વસ્તુઓ પર લાગુ પડતા GST સ્લેબમાં ઘટાડો થશે. જ્યારે ટર્મ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પર જીએસટીને પૂર્ણપણે દૂર થવાની અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકો માટે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં નવો સુધારો કરવાની જાહેરાત કરી હતી. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે આ સુધારાથી રોજિંદા જીવનમાં ઉપયોગી થતી વસ્તુઓ સસ્તી થઈ જશે.
આ પણ વાંચો…GST પરિષદની બેઠક શરૂ, જાણો કઈ વસ્તું થઈ શકે સસ્તી…