ગરીબોને અનાજની સેવા યથાવત અને સ્વયંસેવી મહિલા જૂથને ડ્રોનઃ મોદી સરકારની મોટી જાહેરાતો
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ ત્યારથી ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ આપવામાં આવે છે, જે હજુ પાંચ વર્ષ સુધી લંબાવવાની જાહેરાત મોદી સરકારે કરી છે અને બીજી એક જાહેરાતમાં મહિલા સ્વયંસેવી જૂથોને ડ્રોન આપી તેમને વધારે મજબૂત કરવાની વાત કરી છે.
કેન્દ્રીય પ્રધાનમંડળમાં લેવાયેલા આ બે મહત્વના નિર્ણયો અંગે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે કે ગરીબ કલ્યાણ અન્ન યોજના 1 જાન્યુઆરી, 2024 થી આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવશે. આ યોજના કોવિડ 19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 13.50 કરોડ ભારતીયો ગરીબીના સ્તરથી ઉપર આવ્યા છે. મોદી સરકારની આ એક મોટી ઉપલબ્ધિ છે.
બીજા નિર્ણય અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન આપવાની યોજનાને પણ મંજૂરી આપી છે. 2023-24 થી 2025-2026 દરમિયાન પસંદ કરેલ 15,000 મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન આપવામાં આવશે. જેને ભાડે આપી ખેડૂતો ખેતીમાં મદદ મેળવશે અને મહિલાઓ આર્થક રીતે વધારે સક્ષમ થશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર 1,261 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના રોજ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ડ્રોન ટેક્નોલોજી વડે મહિલા જૂથોને સશક્ત કરવાની લાલ કિલ્લા પરથી જાહેરાત કરી