પાસપોર્ટને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર, અત્યારે જ જાણી લો, નહીંતર…

ભારતીય નાગરિકો માટે આધારકાર્ડ, પેનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટરઆઈડી કાર્ડ, પાસપોર્ટ ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજો છે. પરંતુ હવે પાસપોર્ટને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.
પાસપોર્ટને લઈને આવેલા આ મહત્ત્વના સમાચારને કારણે કરોડો ભારતીયોને રાહત મળશે. આ સમાચાર તમે જાણી લેશો તો તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. ચાલો જોઈએ શું છે આ મહત્ત્વના સમાચાર-
આપણ વાંચો: નવો પાસપોર્ટ કઢાવવો છે? પહેલા વાંચી લો આ સમાચાર નહીંતર…
સામાન્યપણે લગ્ન બાદ પાસપોર્ટમાં નામ બદલવા માટે મહિલાઓએ મેરેજ સર્ટિફિકેટ જમા કરાવવું પડતું હતું. પરંતુ હવે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે પાસપોર્ટમાં પતિ કે પત્નીનું નામ ઉમેરવા માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર નથી. અત્યાર સુધી પાસપોર્ટમાં આ ફેરફાર કરવા માટે ઓફિશિયલ મેરેજ સર્ટિફિકેટ જમા કરાવવી પડતી હતી.
દેશના અનેક સ્થળોએ આ સર્ટિફિકેટ સરળતાથી ઉપલબ્ધ થતી નહોતી. ખાસ કરીને યુપી, બિહાર, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કે જ્યાં મેરેજ રજિસ્ટર કરાવવામાં નથી આવતા. આ રાજ્યમાં રહેતી મહિલાઓ માટે પાસપોર્ટમાં લગ્ન બાદ નામ બદલાવવું અઘરું થઈ જતું હતું.
વિદેશ મંત્રાલય દ્વારા હવે આ શરતને દૂર કરીને એનેક્સર જે નામના નવા દસ્તાવેજને માન્યતા આપી છે. આ દસ્તાવેજ એક પ્રકારનું ઘોષણાપત્ર છે, જેમાં કપલનો જોઈન્ટ ફોટો અને બંનેની સહી હોય છે.
આપણ વાંચો: અમદાવાદમાં ખુલશે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર, આ વિસ્તારના લોકોને થશે ફાયદો…
આ દસ્તાવેજને જ પાસપોર્ટ અધિકારીઓ જીવનસાથી સાથેના લગ્નાનો પુરાવો માન્યતા આપશે અને પાસપોર્ટમાં નામ બદલવામાં આવશે.
નવી જાહેરાતથી શું થશે ફાયદા-
- લગ્નની સાબિતી આપવા માટે અલગ સર્ટિફિકેટની જરૂર નહીં રહે
- પાસપોર્ટ સંબંધિત પ્રક્રિયા વધારે ઝડપી બનશે
- ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોમાં વસતા નાગરિકોને મળશે રાહત
- વિઝા, ફોરેન ટ્રિપ કે અન્ય ડોક્યુમેન્ટ્સની પ્રોસેસમાં સરળતા રહેશે
- નાગરિકોને લીગલ ફોર્માલિટીઝમાંથી મળશે મુક્તિ