ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, વધી શકે છે મોંઘવારી ભથ્થું

નવી દિલ્હી : દેશના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. જેમાં જુલાઈ માસમાં મોંઘવારી ભથ્થું ગત વખત કરતા વધુ વધવાની અપેક્ષા છે. કારણ કે સરકારે ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા છ મહિનામાં ડીએમાં 2 ટકાનો વધારો કર્યો છે. જ્યારે સાતમું પગાર પંચ 31 ​​ડિસેમ્બર, 2025 ના રોજ તેનો કાર્યકાળ પૂર્ણ કરશે. તેથી આ વર્તમાન પગાર પેનલ હેઠળનો છેલ્લો સુધારો હશે. ત્યારે સરકારી કર્મચારીઓને આશા છે કે આ વખતે ડીએ ગત સમય કરતા વધુ વધશે.

ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2025 માં મોંઘવારી ભથ્થાંનો બીજો હપ્તો 1 જુલાઈ 2025 થી લાગુ થવાનો છે. જો કે, તે સામાન્ય રીતે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે. આ દરમિયાન, ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI-IW)માં એપ્રિલ મહિનામાં 0.5 પોઈન્ટનો વધારો નોંધાયો છે. જે કર્મચારીઓ માટે સકારાત્મક બાબત છે.

સરકારી કર્મચારીઓને મળે છે 55 ટકા મોંઘવારી ભથ્થું

હાલમાં સરકારી કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. કર્મચારીઓના મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. ધારો કે તમે સરકારી કર્મચારી છો અને તમારો મૂળ પગાર 20,000 રૂપિયા છે. તમને 20,000 રૂપિયાના મૂળ પગાર પર 55 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. 20,000 રૂપિયાના 55 ટકા 11,000 રૂપિયા છે. એટલે કે 20,000 રૂપિયાના મૂળ પગાર પર 11,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. આ રીતે, કુલ પગાર 31,000 રૂપિયા થશે. કર્મચારીઓને દર મહિને પગાર સાથે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો….આનંદોઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકારે કર્યો બે ટકાનો વધારો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button