નેશનલ

જ્ઞાનવાપી કેસ: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, અલાહાબાદ હાઈકોર્ટનો ઓર્ડર અકબંધ રહેશે

નવી દિલ્હી: આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી વારાણસીના જ્ઞાનવાપી કેસની સુનાવણીમાં મુસ્લિમ પક્ષને રાહત મળી ન હતી. અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રિતંકર દિવાકર દ્વારા કેસને સિંગલ જજની બેંચમાંથી ટ્રાન્સફર કરવાનો નિર્ણય અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષે આપેલી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના અધિકારક્ષેત્રમાં દખલ નહીં કરીએ. મુસ્લિમ પક્ષે કહ્યું કે તંત્રની મજાક ઉડાવવામાં આવી રહી છે. બીજી બેન્ચમાં થયેલી સુનાવણી સામે કોઈપણ પક્ષે કોઈ વાંધો વ્યક્ત કર્યો ન હતો. જ્યારે સુનાવણી પૂર્ણ થઈ અને ચુકાદાને અનામત રાખવામાં આવ્યો, ત્યારબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કેસને તેમની કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.

જાણકરી મુજબ અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકરે છેલ્લા બે વર્ષથી આ કેસની સુનાવણી કરી રહેલા જજ જસ્ટિસ પ્રકાશ પડિયાની કોર્ટમાંથી કેસને પોતાની કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકરે કહ્યું હતું કે જસ્ટિસ પડિયા અધિકારક્ષેત્ર વિના કેસની સુનાવણી કરી રહ્યા છે. આ સામે મુસ્લિમ પક્ષે કરેલી અરજી પણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ફગાવી દીધી હતી.

ત્યાર બાદ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button