કંપનીની AGMમાં બબાલઃ ડાયરેક્ટરને રોકાણકારે ખખડાવી નાખ્યા, દિગ્ગજ ઈન્વેસ્ટરે લખ્યું ‘એક ચુટકી શેર કી કિંમત તુમ ક્યા જાનો! | મુંબઈ સમાચાર
નેશનલવેપાર

કંપનીની AGMમાં બબાલઃ ડાયરેક્ટરને રોકાણકારે ખખડાવી નાખ્યા, દિગ્ગજ ઈન્વેસ્ટરે લખ્યું ‘એક ચુટકી શેર કી કિંમત તુમ ક્યા જાનો!

થોડા દિવસો પૂર્વે GKB ઓફ્થેલ્મિક્સની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) યોજાઈ હતી. આ AGMમાં એક બોલીવુડ ફિલ્મી ડ્રામા સર્જાયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક શેરધારક જેની પાસે માત્ર 80 રૂપિયાનો શેર હતો. તેને કંપનીના ડાયરેક્ટર પર જોરદાર ગુસ્સો વ્યક્ત કર્યો હતો, ત્યાર પછી કંપનીની લીડરશિપ પર અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. જાણીએ શું છે મામલો.

અભિષેક કાલરા નામના એક નાના રોકાણકારે GKB ઓફ્થેલ્મિક્સના બોર્ડ અને નેતૃત્વ પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા. તેમણે કંપનીના સંચાલન પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જે લોકો કંપનીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. આ ઘટનાએ નાના રોકાણકારોની તાકાત દર્શાવી હતી અને આ વીડિયો પર પ્રખ્યાત રોકાણકાર વિજય કેડિયાએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે, જે મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દે ઈન્વેસ્ટરે કહ્યું હતું કે તમારી અંતિમયાત્રામાં દસ શેરધારકો પણ આવશે નહીં. આ નિવેદનથી મીટિંગમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો: શેરબજાર કે સોનું શેમાં રોકાણ ફાયદાકારક, જાણો વિગતો

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પ્રખ્યાત રોકાણકાર વિજય કેડિયાએ X પર પોસ્ટ કરીને હતી. તેણે લખ્યું, “હું આ શબ્દોની નિંદા કરું છું, પરંતુ સંદેશ સ્પષ્ટ છે. શેરધારકોના નાણાનું સન્માન થવું જોઈએ. મોટો પગાર લેનાર અયોગ્ય મેનેજમેન્ટે યાદ રાખવું જોઈએ કે સમય બદલાઈ ગયો છે. ભારતના 13 કરોડ રોકાણકારો પોતાની વાત કહેવાનો પોતાનો રસ્તો ધરાવે છે. હવે સમય આવી ગયો છે. એક ચુટકી શેરની કિંમત સમજો! તેમની આ પોસ્ટે નાના રોકાણકારોના અધિકારો પર ધ્યાન દોર્યું છે.

GKB ઓફ્થેલ્મિક્સના શેરોમાં ગયા એક વર્ષમાં 32.27 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં શેરની કિંમતમાં 18.38 ટકાનું નુકસાન થયું છે. બે વર્ષમાં શેરોમાં 13 ટકા ઘટાડો નોંધવામાં આવ્યો છે. જોકે છેલ્લા ત્રણ મહિનામાં 10.50 ટકાનો સુધારો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોની ચર્ચા “એક ચુટકી શેર” નામથી થઈ રહી છે અને લોકો આ ઘટનાને નાના શેરધારકોની શક્તિ માની રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button