નેશનલ

Changes in rules: નવા વર્ષથી આ નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારા બજેટને પર પડી શકે

આવતીકાલે એટલે કે 1લી જાન્યુઆરીથી વર્ષ 2024 શરૂ થવા જઈ રહ્યું છે, દુનિયાભરમાં તેની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવશે. વર્ષ બદલાતાની સાથે દેશમાં ઘણા નિયમોમાં મોટા ફેરફારો પણ લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર આપડી શકે છે.

  1. એલપીજી સિલિન્ડરના ભાવ વધશે કે ઘટશે?
    દર મહિનાની જેમ નવા વર્ષના પહેલા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 જાન્યુઆરીએ એલપીજી સીલીન્ડરના ભાવમાં ફેરફાર થશે, જેની સીધી અસર સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડે છે. તાજેતરમાં જ સરકારે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપી હતી. જોકે, લાંબા સમયથી ડોમેસ્ટીક એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. લોકોને આશા છે કે નવા વર્ષમાં તેની કિંમતોમાં રાહત મળે.

  2. બેંક લોકર એગ્રીમેન્ટ:
    ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક લોકર એગ્રીમેન્ટમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત યુઝર્સને નિર્ણય લેવા માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે અને આ સમયમર્યાદા 1લી જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે. આરબીઆઈએ તમામ બેંકોને તેમના ગ્રાહકોના લોકર એગ્રીમેન્ટમાં સુધારો કરવા જણાવ્યું છે, જો આ કામ 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ નહીં થાય તો તમારે બેંક લોકર ખાલી કરવું પડી શકે છે.

  3. UPI યુઝર્સ માટે મહત્વનું અપડેટ:
    નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Paytm, Google Pay, Phone Pay જેવી ઓનલાઈન પેમેન્ટ એપ પરના છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય રહેલા UPI આઈડીને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. તમારી પાસે પણ આવું UPI ID છે, તો તમારે તરત જ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ.

  4. નવું સિમ કાર્ડ મેળવવા માટે KYC:
    ટેલિકોમ વિભાગ 1 જાન્યુઆરીથી સિમ કાર્ડ માટે પેપર આધારિત KYC પ્રક્રિયાને સમાપ્ત કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોને નવું સિમ કાર્ડ ખરીદવા માટે કાગળના ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે હવે માત્ર ડિજિટલ KYC એટલે કે E-KYC ફરજિયાત રહેશે.

  5. અપડેટેડ ITR ફાઇલિંગ:
    ઈન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 હતી, પરંતુ જે લોકોએ આ નિયત તારીખ સુધીમાં ઈન્કમ ટેક્સ ભર્યો નથી, તેમને 31 ડિસેમ્બર એટલે કે આજ સુધી કફાઈલિંગ કરવાની તક છે. અપડેટેડ ITR આ સમયમર્યાદા સુધી લેટ ફી સાથે ફાઇલ કરી શકાશે, દંડની રકમ આવક પ્રમાણે બદલાય છે, જો ટેક્સ પેયરની આવક 5,00,000 રૂપિયાથી વધુ હોય તો 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જ્યારે આવક 5,00,000 રૂપિયાથી ઓછી હોય તો દંડની રકમ 1,000 રૂપિયા હશે.


    આ મોટા ફેરફારો ઉપરાંત, 1 જાન્યુઆરીથી આવા ઘણા ફેરફારો જોવા મળશે, જેમાં વીમા કંપનીઓ માટે નવા નિયમોનો સમાવેશ થાય છે. વીમા નિયમનકાર IRDA એ વીમા કંપનીઓને ગ્રાહકોને અલગથી પોલિસી સંબંધિત મુખ્ય માહિતી પ્રદાન કરવા જણાવ્યું છે.


    આ સિવાય 1 જાન્યુઆરી, 2024થી દેશમાં વાહન ખરીદવું મોંઘું થઈ શકે છે. ટોયોટા સહિત કાર ઉત્પાદક કંપનીઓ મારુતિ, મહિન્દ્રા, કિયા, હ્યુન્ડાઈ, હોન્ડા અને ટાટાએ તેમના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2 ટકા સુધીનો વધારો કરવાની તૈયારી કરી છે.


    આ સાથે, જાન્યુઆરી મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ છે અને આ મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…