નેશનલ

ગરવી ગુર્જરીને ફળ્યો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો; ૧.૨૫ કરોડથી વધુનું વેચાણ

નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા 14થી 17 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં ગુજરાતના હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદોનું અધધ વેંચાણ થયું છે. ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં ગરવી ગુર્જરીએ 1.25 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ કર્યું છે.

ભારત સરકાર દ્વારા 14થી 17 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના હાથશાળ અને હસ્તકલાને વિશ્વ સમક્ષ ઉજાગર કરનાર ગરવી ગુર્જરીએ આ મેળામાં ભાગ લીધો હતો.

ગરવી ગુર્જરી દ્વારા આ મેળામાં રાજ્યના હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ગરવી ગુર્જરીએ અધધ રૂ. ૧.૨૫ કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.

આપણ વાંચો: ઠંડીનાં ધીમા આગમન સાથે કચ્છમાં તિબેટીયન નિર્વાશ્રીતો દ્વારા ગરમ વસ્ત્રોનાં હાટ શરૂ

60 કારીગરોના ઉત્પાદનોનું વેચાણ

વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ હેઠળ ગુજરાતના વિશેષ ઉત્પાદનોને ભારતભરમાં પ્રોત્સાહિત કરવા તેમજ પરંપરાગત કળા, હાથશાળ અને હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરોને એક ઉત્તમ મંચ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમે (ગરવી ગુર્જરીએ) આ મેળામાં ભાગ લીધો હતો.

જેમાં વિવિધ પુરસ્કારથી સન્માનિત 6 કારીગરો સહિત ગુજરાતના કુલ 60 કારીગરોએ પોતાના 20થી વધુ ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન ગુજરાતની પરંપરાગત હાથવણાટ અને હસ્તકલાની સુંદર ચીજવસ્તુઓને મુલાકાતીઓ તરફથી અપાર પ્રશંસા મળી હતી.

આપણ વાંચો: “15 વર્ષમાં નહિ જોયેલી મંદીનો માર” ઘર સુશોભનની ચીજવસ્તુના કારીગરોની દિવાળી બગડી!

ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન

આ પ્રદર્શનના માધ્યમથી ગુજરાતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા માટે ગરવી ગુર્જરીની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ હતી. પ્રદર્શન દરમિયાન ગરવી ગુર્જરીએ ગ્રાહકોને આકર્ષવામાં સફળતા તો મેળવી જ, પરંતુ કારીગરોને વિશાળ કલાપ્રિય ગ્રાહકો સાથે સંપર્ક કરાવી નોંધપાત્ર તકો પણ ઊભી કરી હતી. રાજ્ય સરકારની આ પહેલ સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા અને ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button