કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરનાર ગેંગસ્ટર રોહિત ગોદારા?
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે. અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થઈ રહ્યો છે. તેમજ આ હત્યાની જવાબદારી રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર ગેંગે સ્વીકારી લીધી હતી.
ત્યારે રોહિત ગોદારા કોણ છે અને તે કેઇ રીતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયો. ગોદરા બિકાનેરના લુંકરણસર વિસ્તારના કપૂરીસરનો રહેવાસી છે. તે 2010થી ગુનાની દુનિયામાં સક્રીય થયો ત્યારે તેની ઉંમર 19 વર્ષની હતી. હાલમાં તે બીકાનેરના કાલુ પોલીસ સ્ટેશનનો હાર્ડકોર ગુનેગાર છે. તેની સામે 32થી પણ વધારે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અને અત્યાર સુધીમાં તે લગભગ 15 વખત જેલમાં જઈ ચૂક્યો છે. ગોદરાની પોતાની ગેંગ છે. તે સિવાય પણ તે મોનુ ગેંગ અને ગુથલી ગેંગ પણ ચલાવે છે.
રોહિત ગોદરાએ રાજસ્થાનના વેપારીઓ પાસેથી 5 કરોડથી 17 કરોડ રૂપિયા સુધીની ખંડણીના માંગવાનો પણ આરોપ છે. આ ઉપરાતં તેના પર રાજસ્થાનના સીકરમાં ગેંગસ્ટર રાજુ થેહટની હત્યાનો પણ આરોપ છે. ગોદરાએ એક પોસ્ટ કરીને સીકરમાં ગેંગસ્ટર રાજુ થેહટની હત્યાની જવાબદારી લેતા કહ્યું હતું કે થેહટની હત્યા આનંદપાલ સિંહ અને બલવીર બાનુડાના મોતનો બદલો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ રોહિત ગોદારાનું નામ ચગ્યું હતું. રોહિત ગોદારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ માટે કામ કરે છે.
રોહિત ગોદારા 13 જૂન 2022ના રોજ નકલી પાસપોર્ટ પર દિલ્હીથી દુબઈ ભાગી ગયો હતો. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે. તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે હાલમાં તે કેનેડામાં છે.
રોહિત ગોદરાએ સુખદેવ સિંહની હત્યા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે હત્યાની જવાબદારી સ્વીકારી હતી. વાઇરલ થઈ રહેલી આ પોસ્ટની પોલીસ તપાસ કરી રહી છે.