નેશનલ

જી-૨૦ માનવકેન્દ્રિત સર્વસમાવેશક વિકાસનો નવો માર્ગ કંડારશે: મોદી

નવી દિલ્હી: જી-૨૦ શિખર પરિષદના એક દિવસ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્ર્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પરિષદ માનવકેન્દ્રીત સર્વસમાવેશક વિકાસનો નવો માર્ગ કંડારશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે સમાજના વંચિત વર્ગના લોકોને સેવા પૂરી પાડવાનું મિશન ચાલુ રહે તે મહત્ત્વનું છે. ૨૧મી સદીમાં ટકાઉ ભવિષ્ય અને બહુલક્ષી સંસ્થાઓને મજબૂત કરવા, ગ્રીન ડૅવલપમેન્ટ કરાર અને એસડીજીની પ્રગતિને વેગ મળે એવું અમે ઈચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. ટૅક્નોલૉજીકલ ટ્રાન્સફોર્મેશન અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ભાવિનું ઘડતર કરનારાં ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મહિલા સશક્તિકરણ, સમાનતા અને વૈશ્ર્વિક શાંતિ માટે અમે એકજૂટ થઈને કામ કરીશું. ભારતીય સંસ્કૃતિનું મૂળ એવા ‘વસુદૈવ કુટુંબકમ’ (વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર-એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય)ની ભાવના જી-૨૦નું થીમ હોવાનું તેમણે કહ્યું હતું. ભારતનું જી-૨૦નું પ્રમુખપદ સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે સંતુલિત વૈશ્ર્વિક વિકાસ માટે અમે ચિંતિત છીએ. ભારત પ્રથમ જ વાર જી-૨૦ શિખર પરિષદ યોજી રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આઈકોનિક ભારત મંડપમ ખાતે ૧૮મી જી-૨૦ શિખર પરિષદ યોજવામાં દેશ આનંદ અનુભવી રહ્યો છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મારું મક્કમપણે માનવું છે કે આ પરિષદ માનવકેન્દ્રીત સર્વસમાવેશક વિકાસનો નવો માર્ગ કંડારશે. વિશ્ર્વ સમુદાય જે મહત્ત્વની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે મુદ્દાઓ સહિત અન્ય બાબતોને આવરી લેતા ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર’ સત્રનું મોદી અધ્યક્ષપદ સંભાળશે, જેમાં વધુ મજબૂત, ટકાઉ, સર્વસમાવેશક અને સંતુલિત વિકાસનો પણ સમાવેશ થાય છે. મને વિશ્ર્વાસ છે કે આપણાં મહેમાનો ભારતીયોની આગતાસ્વાગતાની હૂંફ માણશે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ શનિવારે ડિનરનું યજમાનપદ સંભાળશે. ૧૦ સપ્ટેમ્બરે નેતાઓ રાજધાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે અને એ જ દિવસે સમાપન સમારોહ દરમિયાન વિશ્ર્વના નેતાઓ વધુ મજબૂત, ટકાઉ, સર્વસમાવેશક અને સંતુલિત વિકાસ માટે તેમના વિચારો વ્યક્ત કરશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker