નેશનલ

ચોકસી જેવા ભાગેડુઓને દેશમાં જરૂર લાવવામાં આવશે: કેન્દ્રીય પ્રધાન

નાગપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભ્રષ્ટાચાર અને મેહુલ ચોકસી જેવા ભાગેડુઓને જરાય સાંખી નહીં લે તથા આવા લોકો માટે ‘શૂન્ય સહનશીલતા’ (Zero Tolerance)ની નીતિ અપવાની છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાગેડુઓને ટૂંક સમયમાં દેશમાં પાછા લાવવામાં આવશે, એમ નાણાંકીય ખાતાના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું.

૧૩,૦૦૦ કરોડના પીએનબી બેંક લોન કૌભાંડમાં ભારતીય તપાસ એજન્સી દ્વારા મેહુલ ચોકસીના પ્રત્યર્પણની માગણી કરી હતી તે હેઠળ ભાગેડુ હીરાના વેપારીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પીએનબી કૌભાંડમાં મેહુલ ચોકસીનો ભાણેજ નીરવ મોદી મુખ્ય આરોપી છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને એન્ફોર્સમેનટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ચોકસીના પ્રત્યારોપણની વિનંતી કરાયા બાદ શનિવારે તેની ધરપકડ કરાઇ હતી.

આપણ વાંચો: મેહુલ ચોક્સીની ધરપકડ પાછળ સરકારની કઈ યોજના કામે લાગી કે મહિનામાં મળ્યું પરિણામ, જાણો વિગતો?

મેહુલ ચોકસી (૬૫) ગયા વર્ષે બેલ્જિયમમાં મેડિકલ સારવાર કરાવવા માટે ગયો હતો ત્યારે તે પકડાયો હતો. ૨૦૧૮માં ભારતમાંથી ભાગી ગયા બાદ તે એન્ટિગુઆમાં રહેતો હતો.

નાગપુરમાં નેશનલ એકેડેમી ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ખાતે ૭૭મા બેચના ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસિસ ઓફિસર્સના કાર્યક્રમ નિમિત્તે પત્રકારો સાથેની વાતચીતમાં ચૌધરીએ ઉક્ત નિવેદન આપ્યું હતું.

ચોકસી અને તેના પ્રત્યર્પણ વિશે પૂછતા ચૌધરીએ કહ્યું હતું કે મોદી બહુ પહેલાથી કહેતા આવ્યા છે કે દેશની સંપત્તિ જેઓએ લૂંટી છે અને અહીંથી ભાગી ગયા છે તેઓને ફરી દેશમાં લાવવામાં આવશે અને લોકોને તેમના નાણાં પરત કરવામાં આવશે. આવા ભાગેડુ અને ભ્રષ્ટાચાર સામે મોદી સરકારે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button