નેશનલ

30મીથી પાંચમી ઓક્ટોબરના પીએમ મોદી આટલા રાજ્યના પ્રવાસે

નવી દિલ્હીઃ આ વર્ષના અંત સુધીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત તેલંગણા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, પરંતુ હજુ તારીખ જાહેર કરી નથી. 30મી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન પીએમ મોદી છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિત તેલંગણાની મુલાકાત લેશે.

30મી સપ્ટેમ્બરે એટલે આવતીકાલે છત્તીસગઢના બિલાસપુરની મુલાકાત લેશે. બિલાસપુરમાં જાહેર જનસભાને સંબોધશે, જ્યારે પહેલી ઓક્ટોબરના રવિવારે તેલંગાણાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ૧૩,૫૦૦ કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સિવાય પીએમ મોદી એમપીની મુલાકાત લેશે. 2જી અને 5મી ઓક્ટોબરે મધ્યપ્રદેશના પ્રવાસે પણ જશે. ત્યાં ઘણી જાહેર સભાઓ અને રેલીઓને સંબોધિત કરશે.

પીએમ કાર્યાલયના જણાવ્યા અનુસાર રવિવારે બપોરે આશરે ૨-૧૫ વાગ્યે વડા પ્રધાન મહબૂબનગર જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ રોડ, રેલ, પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં ૧૩,૫૦૦ કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપશે. તેઓ અનેક રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં નાગપુર-વિજયવાડા ઇકોનોમિક કોરિડોરનો ભાગ એવા મુખ્ય માર્ગ પ્રોજેક્ટસનો શિલાન્યાસ કરશે.

આ રોડ પ્રોજેક્ટ કુલ ૬,૪૦૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે તેમ જ ૩૭ કિમી લાંબી જકલેર-કૃષ્ણા નવી રેલ્વે લાઇનનું લોકાર્પણ કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષ્ણા સ્ટેશનથી હૈદરાબાદ(કાચેગુડા)-રાયચુર-હૈદરાબાદ(કાચેગેડા) ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…