સેબીનાં પૂર્વ વડા માધવી પુરી બુચને ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લિનચીટ

નવી દિલ્હીઃ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નાં પૂર્વ વડા માધવી પુરી બુચને ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લિનચીટ આપી છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે સેબીનાં પૂર્વ વડા સામેના આરોપો અપ્રમાણિત અને પાયાવિહોણા છે.
લોકપાલે સેબીનાં પૂર્વ વડા માધવી પુરી બુચને ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લિન ચીટ આપી છે. રિપોર્ટમાં કહ્યું છે કે પૂર્વ સેબી પ્રમુખ સામેના આરોપો નિરાધાર છે. લોકપાલે કહ્યું છે કે રજૂ કરવામાં આવેલા સાક્ષીઓ અને કાયદાકીય સિદ્ધાંતોને આધારે નિર્ણય લીધો છે. ફરિયાદો યોગ્યતા વગરની છે અને કોઈ પણ ગુનો કે તપાસ માટેનો આધાર પણ સ્થાપિત કરતી નથી.
આ પણ વાંચો: SEBI ના વડા માધવી પુરી બુચ પર લાગ્યો આ મોટો આક્ષેપ, નાણા મંત્રાલયને અધિકારીઓએ કરી ફરિયાદ
હિન્ડનબર્ગે સેબીનાં ભૂતપૂર્વ વડા સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં માધવી પુરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચેના કનેક્શન હોવાનું ગણાવ્યું હતું. હવે લોકપાલે પોતાના તપાસ રિપોર્ટમાં ક્લિન ચીટ આપી છે. માધવી પુરી બુચ 2017માં સેબી જોઈન કર્યું હતું અને 2022માં સેબીનાં પ્રમુખ બનાવ્યા હતા. હવે આ પદ પરથી તો નિવૃત્ત થઈ ચૂક્યા છે અને તેમના સ્થાને તુહિન કાંત પાંડેને પ્રમુખ બનાવ્યા છે.
આ પણ વાંચો: SEBI ચેરપર્સન માધબી પુરી પુછપરછ માટે PAC સમક્ષ હાજર ના થયા, આપ્યું આવું કારણ
સેબીનાં પ્રમુખ તરીકે માધવી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી, 2025 સુધી રહ્યો હતો. એ વખતે આઈપીઓથી લઈને સ્ટોક અને એફએન્ડઓ માટે અનેક નિયમ લાગુ પાડ્યા હતા. એની વચ્ચે અદાણી ગ્રુપ પર અમેરિકી શોર્ટ સેલર કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો, ત્યારબાદ કંપનીના સ્ટોકમાં ધોવાણ થયું હતું. એના પછી હિંડનબર્ગે માધવી પુરી બુચ અંગે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ભ્રષ્ટાચાર અને અદાણી ગ્રુપ સાથે કનેક્શન હોવાનો આરોપ મૂક્યો હતો.