દીકરીના ઉછેર અંગે પ્રજ્ઞાસિંહ ઠાકુરનું વિવાદાસ્પદ નિવેદન: "સાંભળે નહીં તો પગ તોડી નાખો"
નેશનલ

દીકરીના ઉછેર અંગે પ્રજ્ઞાસિંહ ઠાકુરનું વિવાદાસ્પદ નિવેદન: “સાંભળે નહીં તો પગ તોડી નાખો”

ભોપાલ: ભૂતપૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. પ્રજ્ઞાસિંહ ઠાકુરેએ કહ્યું છે કે દીકરીઓના ઉછેર અને “લવ જેહાદ”ના મુદ્દા પર છે, જેનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં જોરદાર ચર્ચા શરૂ થઈ છે. પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નિવેદન સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કારણ શા માટે બની છે જાણીએ.

દીકરીના સારા ભવિષ્ય માટે માર પણ મારો

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું છે કે, “જો કોઈ દીકરી માતાપિતાની આજ્ઞા તોડીને બીજા ધર્મના પુરુષ પાસે જવાનો પ્રયાસ કરે છે, તો પરિવારે તેને રોકવા માટે કડક વલણ અપનાવવું જોઈએ. જો જરૂરી હોય તો તેનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે તેને ઠપકો પણ આપો. જો કોઈ છોકરી સાંભળવાનો ઇનકાર કરે છે, તો તેના પગ તોડી નાખો. જો તમારે તેના ભવિષ્ય માટે તેને માર મારવો પડે છે, તો પાછળ ન હટો.”

તેમણે આગળ જણાવ્યું કે, “જ્યારે દીકરી મોટી થાય છે અને પોતાનો રસ્તો પસંદ કરવાનો પ્રયાસ કરે છે અથવા ઘરેથી ભાગી જવાનો પ્રયાસ કરે છે, ત્યારે પરિવારે સતર્ક રહેવું જોઈએ અને દીકરી સાચા માર્ગ પર રહે તે માટે બળજબરીથી પગલાં લેવામાં પણ અચકાવું જોઈએ નહીં. સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે, જેથી તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

મહિલા અધિકાર સંગઠનોએ કરી નિંદા

ઘણા ટીકાકારોએ આ નિવેદનને મહિલાઓના અધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અનાદર ગણાવ્યો છે. તેઓ કહે છે કે છોકરીને રોકવા માટે હિંસા કે ધાકધમકીનો આશરો લેવો એ કાયદેસર રીતે અને નૈતિક રીતે ખોટું છે. મહિલા અધિકાર સંગઠનોએ સ્પષ્ટપણે નિંદા કરી છે કે કોઈ પણ પ્રકારની શારીરિક હિંસા વ્યક્તિના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

તેમના સમર્થકો આ નિવેદનને પરંપરાગત કૌટુંબિક મૂલ્યો અને સંસ્કારોના બચાવ તરીકે જુએ છે. તેમના મતે, બાળકો યોગ્ય દિશામાં મોટા થાય અને બહારના પ્રભાવને વશ ન થાય તેની ખાતરી કરવી એ પરિવાર અને સમાજની ભૂમિકા છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે સાધ્વી પ્રજ્ઞા જેવા નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો દેશભરમાં ચર્ચા જગાવે છે અને આગામી ચૂંટણીના વાતાવરણને પણ પ્રભાવિત કરી શકે છે. આ સમગ્ર વિવાદે ફરી એકવાર સમાજમાં લવ જેહાદ અને કૌટુંબિક નિયંત્રણ વિશેની ચર્ચાને વેગ આપ્યો છે.

આ પણ વાંચો…નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને મોહન ભાગવતનું નામ લેવા મને ટોર્ચર કરાતી, સાધ્વી પ્રજ્ઞાનો મોટો આક્ષેપ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button