નેશનલ

પંજાબના ફગવાડામાં વિદેશી વિદ્યાર્થીની હત્યા, 6-7 લોકોએ કર્યો હતો હુમલો

ફગવાડા, પંજાબઃ પંજાબના ફગવાડામાં એક વિદેશી વિદ્યાર્થીની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે ફગવાડાના મહેદુ ગામમાં સ્ટાર હોમ્સ પીજીમાં સવારે 4 વાગ્યે કેટલાક યુવાકો આવ્યાં વિદેશી વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો.

આ દરમિયાન વિદેશી વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી જલંધરની જોહરમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મોત થયું હોવાનું ડૉક્ટરે જાહેર કર્યું હતું.

આ વિદેશી વિદ્યાર્થીની હત્યાના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ફગવાડાના ડીએસપી ભારત ભૂષણે હત્યાની પુષ્ટિ કરી છે. એસએસપી ગૌરવ તુરા ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર કેસનો ખુલાસો કરશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આખરે શા માટે વિદેશી યુવકની હત્યા કરવામાં આવી છે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: કચ્છઃ અકસ્માતમાં એક યુવાને તો આત્મહત્યાના કેસમાં બે મહિલાના મોત

સુદાનના રહેવાસી નૂર અહેમદ હુસૈનના પુત્ર અહેમદ મોહમ્મદ કે જે અત્યારે સ્ટાર હોમ્સ પીજી, મહેદુ ગામ ખાતે રહે છે, તેમણે ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે ગુરુવારે સવારે 4 વાગ્યે તેમના મિત્ર સુદાનના રહેવાસી મોહમ્મદ બડા વાલા યુસુફ અહેમદ અને સુદાનના રહેવાસી ઓમર અબ્દુલ્લાના પુત્ર નર્મીન ઓમર અબ્દુલ્લા, સુદાનના રહેવાસી ફાતિમા અલઝેહરા અમીર હમીર પીજીમાં હતા. આ દરમિયાન 6થી 7 લોકો આવ્યા અને ઝઘડો કરવા લાગ્યાં હતાં.

વધારે વિગતો આપતા જણાવ્યું કે, આ લોકો પાસે છરીઓ પણ હતી. જેથી અમારા પર હુમલો કર્યો હતો. અમે મદદ માટે બુમો પાડી હતી. જેથી આસપાસના લોકો દોડી આવ્યાં હતા. આ દરમિયાન એક વ્યક્તિ આવ્યો અને અમને હોસ્પિટલ લઈ ગયો હતો.

સુદાનના રહેવાસી મોહમ્મદ બડા વાલા યુસુફ અહેમદને ગંભીર ઇજાઓને કારણે ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતો. નોંધનીય છે કે, આ કેસમાં અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આખરે શા માટે એક વિદેશી વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી? તે મામલે હવે પોલીસે તપાસ કરવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button