નેશનલ

આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદીમાં ન્હાવા પડેલા 12 યુવકમાંથી પાંચ યુવક ડૂબ્યા

તાડિપુડી (આંધ્ર પ્રદેશ): આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં બુધવારે સવારે ન્હાવા પડેલા 12 લોકોના એક ગ્રુપમાંથી પાંચ લોકો ગોદાવરી નદીમાં ડૂબી ગયા હતા. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યે તાડિપુડી ગામના તલ્લાપુડી મંડલમાં બની હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે “ગોદાવરી નદીમાં ન્હાવા પડેલા 12 લોકોમાંથી પાંચ લોકો ડૂબી ગયા હતા, જ્યારે અન્ય સાત વ્યક્તિઓ કોઇ પણ રીતે બચવામાં સફળ રહ્યા હતા. આ ગ્રુપના લોકો સ્નાન કર્યા બાદ મહાશિવરાત્રીના પર્વ પર નજીકમાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા જવાના હતા.

આપણ વાંચો: બિહારમાં સાત બાળકો તણાઈ ગયા, પાંચના મૃતદેહ મળ્યા

મોટા ભાગના મૃતકો અને જીવિત રહેલા લોકોની ઉંમર 20 વર્ષથી ઓછી વયની હોવાનું કહેવાય છે. પોલીસ, ફાયર બ્રિગ્રેડની ટીમ અને સ્થાનિકો ડૂબી ગયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ આવી જતા યુવકો તણાઇ ગયા હતા. વહીવટીતંત્રે લોકોને આવી જગ્યાએ ખાસ કાળજી રાખવાની વિનંતી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button