નેશનલ

લાલ કૃષ્ણ અડવાણી સહિત પાંચ વિભૂતિયોને ભારત રત્નથી સન્માનિત કરાયા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનામાં આજે ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલી પાંચ વિભૂતિયોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

રાષ્ટ્રપતિ મુર્મૂએ સ્વાતંત્ર્ય સૈનિક ચૌધરી ચરણસિંહ, પૂર્વ પીએમ નરસિંહ રાવ, બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. જાણવા મળ્યું છે કે પોતાના ખરાબ સ્વાસ્થ્યના કારણે પૂર્વ નાયબ-વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ભારત રત્ન પ્રાપ્ત કરવા પહોચી શકે તેમ નથી. જેથી તેમના ઘરે જઈને સરકાર તેમને આ સર્વોચ્ચ સન્માન પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં અડવાણીને છોડીને અન્ય ચાર વિભૂતિઓને મરણોપરાંત ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું હતું.

આઠ વખત ચૂંટણી જીત્યા હતા નરસિંહ રાવ. તેમને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવતા હતા. કોંગ્રેસમાં 50 વર્ષ વિતાવ્યા બાદ તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા. રાવ લગભગ 10 અલગ-અલગ ભાષામાં વાત કરી શકતા હતા. તેમને અનુવાદમાં પણ ઉસ્તાદ માનવામાં આવતા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ સમારોહમાં પૂર્વ પીએમ નરસિંહ રાવના દીકરા પીવી પ્રભાકર રાવ ભારત રત્ન લેવા પહોચ્યા હતા.

મેરઠ જીલ્લાના નૂરપુરમાં એક ખેડુત પરિવારમાં જન્મેલા ચૌધરી ચરણ સિંહ ભારતના પાંચમાં વડાપ્રધાન બન્યા હતા. તેમણે 1923માં સાયન્સમાં બેચલર અને 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી માસ્તરની ઉપાધી પ્રાપ્ત કરી હતી. 1929માં મેરઠ પાછા આવ્યા બાદ તેઓ કોંગ્રેસમાં શામેલ થયા હતા. ચૌધરી ચરણસિંહ તરફથી તેમના પ્રપૌત્ર જયંત સિંહ ભારત રત્ન લેવા રાષ્ટ્રપતિ ભવન પહોચ્યા હતા.

આપણ વાંચો:સાયરસ પૂનાવાલાને ‘ભારત રત્ન’ આપવાની આ દિગ્ગજ નેતાએ સરકારને કરી અપીલ

લાલ કૃષ્ણ અડવાણી ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમાં નાયબ-વડાપ્રધાન હતા. તેમનો જન્મ 1927માં પાકિસ્તાનના કરાચીમાં એક હિંદૂ સિંધી પરિવારમાં થયો હતો. અડવાણી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના નાયબ-વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યા હતા. તેના પહેલા તેઓ 1998થી 2004 દરમિયાન ભાજપના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓ ભાજપનો પાયા રાખનારા નેતાઓમાંથી એક છે. તેમને 2015માં ભારતના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ-વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો