ટોપ ન્યૂઝનેશનલ

પહેલગામ આતંકી હુમલાના આતંકવાદીની પહેલી તસવીર, સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

પહેલગામઃ કાશ્મીરના પહેલગામમાં મંગળવારની બપોરે જે આતંકવાદી હુમલો થયો તેની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં આતંકવાદીના હાથમાં બંદૂક છે, જો કે, તસવીરમાં તેનો ચહેરો નથી દેખાતો. આ તસવીરે પહેલગામ આતંકી હુમલાના ઘટના સ્થળની છે. જ્યા કુલ 26 લોકોની આંતકવાદીઓએ હત્યા કરી હતી. આ મામલે અત્યારે ભારતીય સેના દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ભારતીય સેના દ્વારા આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે NIAની ટીમો શ્રીનગર પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે સાથે ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ભારતીય સેના, NIA, CRPF અને SOG દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા

પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થયા પછી, NIA ટીમ સ્થળ પર પહોંચી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા હતા. જેથી મૃતદેહોને પહેલગામ હોસ્પિટલથી શ્રીનગર મોકલવામાં આવ્યાં છે. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા. એટલે આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ઘર્મ પૂછીને ગોળી મારી હતી. આ બાબતે દેશભરમાં અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. એટલું જ નહીં પરંતુ આતંકવાદીઓને શોધી શોધીને ઠાર કરી દેવા માટે પણ સેનાને આદેશ આપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો… પહેલગામ હુમલામાં પતિની હત્યા કર્યા બાદ આતંકવાદીઓએ પત્નીને કહ્યું, “….જઈને મોદીને જાણ કરજે”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button