બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા: મહારાષ્ટ્રમાં સૌથી પહેલું 'કોન્ક્રીટ બોક્સ ગર્ડર' લોન્ચ | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા: મહારાષ્ટ્રમાં સૌથી પહેલું ‘કોન્ક્રીટ બોક્સ ગર્ડર’ લોન્ચ

મુંબઈઃ મુંબઈ-અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની યોજનામાં સૌથી મોટી સફળતા મળી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના કોરિડોરમાં લગભગ 40 મીટર લાંબા સૌથી પહેલા પ્રી-સ્ટ્રેસ્ડ-કોન્ક્રીટ (પીએસસી) બોક્સ ગર્ડરને સફળતાપૂર્વકથી લોન્ચ કર્યું છે. આ કોરિડોરનું કામ પાલઘરના દહાણુ સ્થિત સખારે ગામમાં કરવામાં આવ્યું છે, જ્યારે ગર્ડરના કૂલ સ્પેન લોન્ચિંગ ગેન્ટ્રી (એફએસએલજી) ટેક્નિકલથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ બુલેટ ટ્રેનની યોજના ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યારે તેનું કામકાજ 2026માં પૂરું થવાની અપેક્ષા છે.

શિળફાટા અને ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ વચ્ચે 13 કાસ્ટિંગ યાર્ડ બનાવવામાં આવશે, જેમાંથી અત્યારે પાંચ કાર્યરત છે. એફએસએલજી ટેક્નિકથી આ યોજનાનું કામ કરવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતમાં 319 કિલોમીટર વાયડ્કટનું કામ પૂરું કરવામાં આવ્યું છે. દર 40 મીટર લાંબા પીએસસી બોક્સ ગર્ડર લગભગ 970 મેટ્રિક ટનનું છે.

ગર્ડરના યુનિટમાં કોન્ક્રીટ/સ્ટીલનો ઉપયોગ

ભારત માટે સૌથી મોટી બાબત છે. આ ગર્ડર મારફત એક યુનિટ બનાવવામાં આવશે, જ્યારે તેને બનાવવામાં 390 ક્યુબિક મીટર કોન્ક્રીટ અને 42 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફુલ સ્પેન ગર્ડર બુલેટ ટ્રેનની યોજના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે સેગમેન્ટલ ગર્ડરની તુલનામાં દસ ગણા ઝડપી કામકાજ કરી શકાય છે, એમ એનએચએસઆરસીએલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ગર્ડરનું નિર્માણ કાસ્ટિંગ યાર્ડમાં બનાવાય છે

ફુલ સ્પેન પ્રી કાસ્ટ બોક્સ ગર્ડરને લોન્ચ કરવા માટે ખાસ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સ્ટ્રેડલ કેરિયર, બ્રિજ લોન્ચિંગ ગેન્ટરી, ગર્ડર ટ્રાન્સપોર્ટ અને લોન્ચિંગ ગેન્ટરીનો સમાવેશ થાય છે. ગર્ડરના સપ્લાયમાં કોઈ અવરોધ ઊભો થાય નહીં તેના માટે કાસ્ટિંગ યાર્ડમાં બનાવવામાં આવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના બુલેટ ટ્રેનના સ્ટેશનનું કામ ઝડપી

મહારાષ્ટ્રમાં પાંચમી સપ્ટેમ્બર સુધીમાં બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે, ત્રણેય એલિવેટેડ સ્ટેશન થાણે, વિરાર અને બોઈસરમાં પણ ઝડપી કામકાજ ચાલુ છે. વિરાર અને બોઈસર સ્ટેશન માટે પહેલા સ્લેબ મૂકવામાં આવ્યો છે. પિયર ફાઉન્ડેશન અને પિયરનું કામકાજ અનેક જગ્યાએ ચાલી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 48 કિલોમીટર પિયર બનાવવામાં આવ્યાં છે.

લાંબી ટનલમાં 2.1 કિ.મી.નું ખોદકામ કર્યું

ફુલ સ્પેન બોક્સ ગર્ડર લોન્ચિંગ મારફત વાયડક્ટનું નિર્માણ દહાણુ વિસ્તારમાં શરુ કરવામાં આવ્યું છે. પાલઘર જિલ્લામાં સાત પહાડી ટનલના કામ ચાલુ છે. છ કિલોમીટર લાંબી ટનલમાંથી 2.1 કિલોમીટરનું ખોદકામ કરવામાં આવ્યું છે. વૈતરણા, ઉલ્હાસ અને જગાની નદી પરના પુલનું નિર્માણ શરુ કર્યું છે. મુંબઈમાં બીકેસી અને શિળફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ભારતની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ/અંડરસી ટનલ બનાવવામાં આવી રહી છે.
21 કિલોમીટર લાંબી ટલનમાંથી 16 કિલોમીટર ટનલ બોરિંગ મશીનથી અને બાકીનું કામ (પાંચ કિલોમીટર) ન્યૂ ઓસ્ટ્રેલિયન ટનલિંગ પ્રણાલી (એનએટીએમ) ટેક્નિકથી કરવામાં આવશે, જ્યારે થાણે ક્રીકમાં સાત કિલોમીટરની અંડરસી ટનલનો પણ સમાવેશ થાય છે.

મુંબઈમાં બુલેટ ટ્રેનનું કામકાજ કેટલું થયું

મહારાષ્ટ્રમાં શિળફાટાથી ન્યૂ ઓસ્ટ્રેયિન ટનલિંગ મેથડ (એનએટીએમ) મારફત 4.56 કિલોમીટર ટનલનું ખોદકામ કરવામાં આવ્યું છે. વિક્રોલી અને સાવલી શાફ્ટ (39 મીટર ઊંડાઈ)માં બેઝ સ્લેબ કાસ્ટિંગનું કામ પૂરું થયું છે. શાફ્ટ લોકેશન પર સ્લજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મહાપે ટનલ લાઈનિંગ કાસ્ટિંગ યાર્ડમાં ટનલ લાઈનિંગ સેગમેન્ટ બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત, બીકેસીમાં બુલેટ ટ્રેન સ્ટેશન નિર્માણનું કામ 83 ટકા પૂરું કર્યું છે. સ્ટેશનની બંને દિશામાં 100 ફૂટ નીચે બેઝ સ્લેબ કાસ્ટિંગનું કામ પણ શરુ થયું છે. માર્ચમાં રેલવે પ્રધાને કહ્યું હતું કે 2026 સુધીમાં સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરુ કરવાની અપેક્ષા છે.

આ પણ વાંચો…..અમદાવાદથી મુંબઈનો 508 KM નો પ્રવાસ માત્ર 127 મિનિટમાં! બુલેટ ટ્રેન અંગે મહત્વની અપડેટ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button