નેશનલ

ઉજ્જૈનમાં બિલાસપુર-બિકાનેર એક્સપ્રેસમાં લાગી આગ, Video Viral

ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ચાલતી ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. બિલાસપુર-બીકાનેર એક્સપ્રેસના જનરેટર કોચમાં અચાનક આગ લાગ્યાના બનાવથી અફરા તફરી મચી ગઈ હતી.

આ બનાવ તરાના રોડ સ્ટેશન નજીક બન્યો હતો. ટ્રેનમાં આગ લાગ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.

આ બનાવની જાણ થયા પછી પ્રશાસન દ્વારા આગ પર અંકુશ લાવવામાં આવ્યો હતો, જ્યારે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કોચને નુકસાન પહોંચ્યું હતું.

આપણ વાંચો: નવી દિલ્હીથી દરભંગા જતી ટ્રેનમાં લાગી ભીષણ આગ

આગને નિયંત્રણમાં લાવવા માટે ગ્રામીણ અને રેલવે કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી. આગ કઈ રીતે લાગી એનું કારણ જાણવા મળ્યું નથી, જ્યારે તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં બિલાસપુર-બીકાનેર એક્સપ્રેસ (20846) ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનમાં ધુમાડા અને આગને પ્રવાસીઓ ડરી ગયા હતા. એવું કહેવાય છે કે ટ્રેનને રોકવામાં આવ્યા પહેલા લોકોએ બારીના કાચ તોડીને કૂદવાની કોશિશ કરી હતી.

આ ટ્રેન બીકાનેરથી બિલાસપુર જતી હતી. સાંજના 5.30 વાગ્યાના સુમારે ટ્રેન ઉજ્જૈન નજીક તરાના રોડ સ્ટેશને પહોંચી ત્યારે જનરેટરના કોચમાં આગ લાગી હતી, ત્યાર બાદ વિસ્ફોટનો પણ અવાજ સંભાળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ રેલવેમાં પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. રોજે રોજ ટ્રેનમાં આગ લાગવાના વધતા બનાવોને કારણે મોટી હોનારતનું નિર્માણ થઈ શકે છે. આ મુદ્દે પ્રશાસને તકેદારીના પગલાં ભરવા જોઈએ, એમ રેલવે પ્રવાસીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button