નેશનલ

BJYM રેલીમાં પોલીસ સાથે અથડામણઃ ઝારખંડ ભાજપના અધ્યક્ષ, સહિત 12,051થી વધુ લોકો પર FIR

રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ)ની રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે અથડામણ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અથડામણમાં સામેલ 51 લોકોની ઓળખ કરવાની સાથે પોલીસે 12000 હજારથી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે.

ભાજપના ઝારખંડ એકમના પ્રમુખ બાબુલાલ મરાંડી, વિધાનસભામાં વિપક્ષના નેતા અમર કુમાર બાઉરી, કેન્દ્રીય પ્રધાન સંજય શેઠ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા સહિતના કેટલાક અગ્રણી ભાજપ નેતાઓના નામ એફઆઈઆરમાં પણ સામેલ છે.

રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટના નિવેદન પર રાંચીના લાલપુર પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયો છે. તેમણે કહ્યું કે આ લોકો વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે. લાલપુર પોલીસ સ્ટેશનના પ્રભારી રૂપેશ કુમાર સિંહે કહ્યું હતું કે 51ની ઓળખ કરી લેવા સહિત 12051 વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.

ભાજપના કાર્યકર્તાઓએ શનિવારે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીથી નારાજ થઇને જિલ્લા મુખ્યાલય અને પોલીસ સ્ટેશનો પર વિરોધ પ્રદર્શન કર્યા હતા.

આ પણ વાંચો: ‘ચાય પે ચર્ચા’ નહીં, ‘કોફી વિથ યુથ: ભાજપનો યુવાનો સાથે જોડાવવા માટે નવો કિમીયો

નોંધનીય છે કે શુક્રવારે રેલી દરમિયાન પોલીસ અને ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. ભાજપે હેમંત સોરેન સરકાર દ્વારા કરવામાં આવેલા અન્યાય અને ચૂંટણી વચનો પૂર્ણ કરવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં રેલી યોજી હતી.

દરમિયાન પોલીસે બીજેવાયએમના કાર્યકર્તાઓને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. બંને પક્ષોએ દાવો કર્યો હતો કે આ અથડામણમાં ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

જિલ્લા વહીવટીતંત્રે ભારતીય સિવિલ પ્રોટેક્શન કોડ, 2023 (બીએનએસએસ) ની કલમ 163 લાગુ કરી હતી. શુક્રવારે સવારે 11 થી રાતના 11 વાગ્યા સુધી આ ક્ષેત્રમાં જાહેર સભાઓ, રેલીઓ, બેઠકો, વિરોધ પ્રદર્શનો અને પાંચથી વધુ લોકોના જમા થવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button