નેશનલ

આખરે કેન્દ્રીય ગૃહ પ્રધાને કેમ એવું કહ્યું કે ભાઈઓને પણ બોલવાનો અધિકાર છે…

નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારનો દિવસ થોડો ધમાલિયો રહ્યો હતો પણ આ બધા વચ્ચે કંઈક એવી ઘટના બની કે જેને કારણે બધાનું ધ્યાન એની તરફ ખેંચાયું હતું. વાત જાણે એમ છે કે સંસદના વિશેષ સત્રના ત્રીજા દિવસે મહિલા આરક્ષણ બિસ પર ચર્ચા થઈ રહી હતી અને આ બિલ પર ચર્ચામાં ભાગ લેવા માટે ભાજપના નિશિકાંત દુબે જેવા ઊભા થયા કે વિપક્ષના સભ્યોએ ધમાલ મચાવી હતી અને કોઈ મહિલા સાંસદને નહીં બોલવા દેવા માટે વિરોધ નોંધાવ્યો હતો. આને કારણે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હચું કે મહિલાઓના અંગે ભાઈઓએ પણ આગળ આવીને વિચારવું જોઈએ.

નીચલા ગૃહમાં સંવિધાન (128માં સંશોધન) બિલ 2023 પર ચર્ચાની શરૂઆત કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ કરી હતી. ત્યાર બાદ જ્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભાજપના નિશિકાંત દુબેનું નામ લીધું હતું અને તેમણે બોલવાનું શરૂ કર્યું તો વિપક્ષના સભ્યોએ ધમાલ મચાવી હતી. વિપક્ષના નેતાઓએ મહિલાઓના અધિકાર દેવા સાથે સંકળાયેલા બિલની ચર્ચા પર સત્તા પક્ષના પ્રથમ વક્તા તરીકે કોઈ મહિલાને તક નહીં આપવામાં આવતા વિરોધ નોંધાવ્યો હતો.

ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મહિલાઓ વિશે ચિંતા કરવાનો અધિકાર બધાને છે. તેમણે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે શું મહિલાઓની ચિંતા માત્ર મહિલાઓ જ કરી શકે કે? પુરુષ એની ચિંતા નહીં કરી શકે? તમે કયા પ્રકારના સમાજની રચના કરવા ઈચ્છો છો?

તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મહિલાઓની ચિંતા અને હિત વિશે ભાઈઓએ પણ આગળ આવીને વિચારવું જોઈએ અને એ જ આ દેશની પરંપરા છે. દુબેએ જણાવ્યું હતું રે મહિલાઓને કારણે જ અહીંયા પુરુષો પણ છે. મહિલાઓની ચિંતા શું માત્ર મહિલાઓ કરશે? શું પુરુષ મહિલાઓની ચિંતા ના કરી શકે? દેશ આનાથી આગળ વધશે, આખરે એમને વાંધો કઈ વાતનો છે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button