નેશનલ

આખરે પીએમ મોદીએ કેમ વચ્ચે જ પોતાનું ભાષણ રોકી દીધું અને…

હૈદરાબાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે તેલંગણા ખાતે ચૂંટણી પ્રચારની રેલીમાં ભાષણ આપી રહ્યા હતા અને અચાનક જ કંઈક એવું બન્યું હતું કે પીએમ મોદીએ પોતાનું ભાષણ રોકીને લોકોને ટાવર પરથી નીચે ઉતરવાની અપીલ કરી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ તેમને સાંભળવા અને જોવા માટે ટાવર પર ચઢી રહેલાં લોકોને કહ્યું હતું કે મને ખ્યાલ છે કે તમે લોકો મને જોઈ નથી શકતા, પરંતુ કોઈ પણ આવું કરવા જતાં પડશે તો મને નહીં ગમે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો પીએમ મોદીને સાંભળવા માટે આવ્યા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ હૈદરાબાદમાં યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન પણ પીએમ મોદીએ ચાલું ભાષણ રોકીને મહિલાને ટાવર પરથી નીચે ઉતરવાની અપીલ કરી હતી.

પીએમ મોદીને આ વીડિયોમાં એવું કહેતાં સાંભળી શકાય છે કે જે લોકો ટાવર પર ચઢી ગયા છે એમને હું વિનંતી કરું છું કે નીચે ઉતરી જાવ. અહીંયા ખૂબ જ ભીડ છે. હું સમજી શકું છું કે તમે લોકો મને જોઈ નથી શકતા, પરંતુ જો કોઈ પડી જશે તો મને ચોક્કસ જ દુઃખ થશે. પ્લીઝ નીચે આવી જાવ.

એટલું જ નહીં પીએમ મોદીએ આગળ પોતાના ભાષણમાં એવું જણાવ્યું હતું કે હું તમારા લોકોના પ્રેમની ખૂબ જ કદર કરું છું. કોઈને ઈજા થઈ શકે છે. એટલી બધી ભીડ છે કે તમે લોકો મને નથી જોવા માટે આવું કરી રહ્યા છો. પરંતુ હું એ વાતની ચોક્સાઈ રાખવા માંગુ છું કે મારા દિલની અવાજ તમારા સુધી પહોંચી શકે.

આ ઉપરાંત તેમણે આ વીડિયોમાં તેમણે એક નાનકડી દીકરીનો ઉલ્લેખ કર્યો હતો જે તિરંગો લહેરાવતી જોવા મળી હતી અને તેમણે કહ્યું હતું કે આજે એ પણ ભારતા માતા બનીને આવી છે શાબાશ… આ પહેલાં વડા પ્રધાન 11મી નવેમ્બરના એક યુવતીને લાઈટ લગાડવા માટે મૂકવામાં આવેલા ટાવર પર ચઢતી જોવા મળી હતી અને આ જોઈને પણ તેમણે પોતાનું ભાષણ વચ્ચે રોકી દીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button