કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય છોકરીઓ સપ્લાય કરતા હોવાના ફેક ન્યુઝ બદલ 6 લોકો સામે કેસ

નૂહ, ફિરોઝપુર: કોંગ્રેસના એક ધારાસભ્યના નામે અફવાઓ ફેલાતી હોવાની એક ફરિયાદ નોંધાઈ છે. વિગતે વાત કરવામાં આવો તો, ફિરોઝપુર ઝીરકા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરવા અને છોકરીઓ સપ્લાય કરવાની અફવા ફેલાવવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધારાસભ્યના ભાઈની ફરિયાદના આધારે નગીના પોલીસ સ્ટેશને 6 લોકો સામે કેસ નોંધ્યો છે. એસપીના આદેશ બાદ આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
કોણ કરી રહ્યું છે મમ્મન ખાન અને તેમના પરિવારને બદનામ?
મમ્મન ખાન જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ નૂહમાં જે હિંસા થઈ હતી તે બાદ ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. અત્યારે તેમની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. એટલું જ નહીં પરંતુ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે મતોથી વિજેતા થનારા ધારાસભ્ય છે. પરંતુ અત્યારે મમ્મન ખાન અને તેમના પરિવારને સોશિયલ મીડિયામાં બદનામ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં ધાસાસભ્ય માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને બદનામ કરી રહ્યાં છે. આશરે છ લોકોનું એક સોશિયલ મીડિયા ગ્રુપ છે જે કોંગ્રેસના ધારાસભ્યને કેન્દ્રમાં રાખીને હિંદુ-મુસ્લિમની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ધારાસભ્યના નાના ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ
આ સમગ્ર મામલે ધારાસભ્યના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે આરોપીઓએ ધારાસભ્યનો મોબાઈલ નંબર ફેસબુકમાં નાખીને આ વ્યક્તિ છોકરીઓને સપ્લાયર છે તેવું લખ્યું હતું. આ પહેલા 2024માં પણ અનેક વખત આવી પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મામન ખાનના ભાઈએ જણાવ્યું કે, અસલમ ડેડવાલનું ફેસબુક આઈડી તાહિર હુસૈન, મૌસમ (ગામ રાણીકા), ઝકરિયા (ગામ સકરાસ), અબરાર અને અનવર અબ્બાસ (નિવાસી સત્કપુરી) મળીને ચલાવે છે. હાલમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા મામલે શું બોલ્યા કોંગ્રેસના ધારાસભ્ય?
મહત્વની વાત એ છે કે, થોડા સમય પહેલા નૂહમાં એક પંચાયત મળી હતી. તે દરમિયાન ધારાસભ્ય મમ્મન ખાન આવા લોકો વિરૂદ્ધ બોલ્યા હતા કે, ‘મારી ખોટી બદનામી કરતા લોકો જ દલાલ છે. હરિયાણામાં સોશિયલ મીડિયા ચલાવતા લોકો પોતાના નેતાની ઇજ્જત કરે છે. મારા પર કતલખાનાઓમાંથી કમિશન લેવાનો આરોપ છે, જે સાચું નથી’. ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે, આગામી થોડા સમયમાં ચૂંટણી આવતી હોવાના કારણે આવું કરવામાં આવી રહ્યું છે. જો કે, આ સમગ્ર મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.
આપણ વાંચો: અનિલ અંબાણીની કંપનીના 3000 કરોડના લોન કૌભાંડમાં પહેલી ધરપકડ, અનિલને પણ કરાશે જેલભેગો ?