FASTag Annual પહેલા દિવસે ફેલઃ પ્રિ-બુકિંગ સિસ્ટમથી લોકોએ સહન કરવી પડી હાલાકી

FASTag Annual Toll Pass Scheme: વર્ષ 2025માં સ્વતંત્રતા દિવસથી સમગ્ર દેશમાં ટોલ ટેક્સને લઈને મહત્ત્વનો ફેરફાર આવ્યો છે. એનએચએઆઈએ એન્યુઅલ ફાસ્ટેગ પાસ સ્કીમ શરૂ કરી છે. જેથી વાહનચાલકને હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ચૂકવવામાં સરળતા રહેશે. આ સ્કીમનો લાભ લેવા માટે વાહનચાલકોએ ‘રાજમાર્ગ યાત્રા’ એપ પર એન્યુલ ફાસ્ટેગ પાસનું પ્રી-બુકિંગ કરાવવાનું રહેશે. પરંતુ એન્યુઅલ ફાસ્ટેગ પાસ સ્કીમનો શરૂ થયાના પહેલા જ દિવસથી ‘રાજમાર્ગ યાત્રા’ એપના યુઝર્સને કેટલીક સમસ્યાનો સામનો કરવાની નોબત આવી છે. જેથી યુઝર્સ પરેશાન થઈ રહ્યા છે.
એન્યુલ ફાસ્ટેગ પાસ સ્કીમમાં યુઝર્સથી યુઝર્સને સમસ્યા
એન્યુલ ફાસ્ટેગ પાસ સ્કીમ હેઠળ ત્રણ હજાર રૂપિયામાં એક વર્ષની મુદ્દત સુધી 200 ટોલ નાકાઓ પસાર કરવાની સુવિધા મળશે. જો એક વર્ષ પહેલા યુઝર્સ 200 ટોલ નાકા પસાર કરી દે છે. તો તે એકથી વધુ વખત પણ રિચાર્જ કરાવી શકે છે. પરંતુ ‘રાજમાર્ગ યાત્રા’ એપ પર એન્યુલ ફાસ્ટેગ પાસનું પ્રી-બુકિંગ કરાવનાર યુઝર્સ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
પ્રી-બુકિંગ કરાવનાર કેટલાક યુઝર્સના બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે. પરંતુ તેમની સ્કીમ એક્ટિવેટ થઈ નથી. આવા સમયે એનએચએઆઈનો હેલ્પલાઈન નંબર 1033 પણ વ્યસ્ત આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, સ્કીમની ફરિયાદને લઈને એનએચએઆઈએ અલગ મજબૂત પ્લેટફોર્મ ઊભું કરવું જોઈતું હતું. આ સ્કીમને લઈને એનએચએઆઈએ જણાવ્યું છે કે, રિચાર્જ કર્યાના બે કલાકમાં સ્કીમ એક્ટિવેટ થઈ જશે.
1 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર, 14 ઓગસ્ટની રાતથી એન્યુઅલ ફાસ્ટેગ પાસ સ્કીમ એક્ટિવ થઈ ગઈ છે. રાજમાર્ગ એપ તથા એનએચએઆઈની વેબસાઇટ પર લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 15 ઓગસ્ટ સુધી એક લાખ લોકોએ આ સ્કીમ એક્ટિવેટ કરાવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એન્યુલ ફાસ્ટેગ પાસની સ્કીમ માત્ર નોન-કોમર્શિયલ વાહનો માટે જ શરૂ કરવામાં આવી છે. જો કોઈ કોમર્શિયલ વાહન આ સ્કીમનો લાભ લેવા ઈચ્છશે તો તેનું ફાસ્ટેગ બ્લોક કરી દેવામાં આવશે.
આપણ વાંચો: સરકારી નોકરીની સુવર્ણ તક: SBIમાં POની 6589 જગ્યા માટે આવી ભરતી, આ તારીખ પહેલા કરી દેજો અરજી…