‘ઓપરેશન સિંદૂરથી કશું ના મળ્યું’ ફારુક અબ્દુલ્લાએ ટેરર મોડ્યુલ અંગે પણ આપ્યું આવું નિવેદન

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ ગઈ કાલે શનિવારે એક જ એક જ દિવસમાં બે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતાં, જેના કારણે તેમની ટીકા કરવામાં આવીઓ રહી છે. પહેલા નિવેદનમાં તેમણે હરિયાણાના ફરીદાબાદમાં સુરક્ષા દળોએ પકડી પડેલા વ્હાઈટ કોલાર કોલર ટેરર મોડ્યુલ અંગે ટીપ્પણી કરી અને બીજા નિવેદનમાં તેમણે ઓપરેશન સિંદૂર અંગે સવાલ ઉઠાવ્યા.
જમ્મુ અને કાશ્મીરના વર્તમાન મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના પિતા ફારુક અબ્દુલ્લાએ ડોકટરોએ એક નિવેદનમાં કહ્યું કે ફરીદાબાદ ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા ડોકટરોએ આ રસ્તો કેમ અપનાવ્યો એની તપાસ કરવી જોઈએ.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “આ ડોકટરોએ આ રસ્તો કેમ અપનાવ્યો? તેનું કારણ શું હતું? આની સંપૂર્ણ તપાસ અને અભ્યાસ કરવાની જરૂર છે.”
ઓપરેશન સિંદુર નિરર્થક!
દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ ઘણાં લોકો પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર કરવાની માંગ કરી રહ્યા છે. ઓમર અબ્દુલ્લાએ આવા કોઈ મીલીટરી ઓપરેશન અંગે ચિંતા વ્યક્ત કરી.
એમાર અબ્દુલ્લાએ કહ્યું.”હું ઈચ્છું છું કે આવી ઓપરેશન સિંદૂર જેવી ઘટના ના બને. તેમાંથી કઇ ના મળ્યું. આપણા 18 લોકો માર્યા ગયા. આપણી સરહદો સાથે છેડછાડ થઇ. મને આશા છે કે બંને દેશો તેમના સંબંધો સુધારશે. આ એકમાત્ર રસ્તો છે. હું વાજપેયીજીની વાત ફરીથી કહેવા ઈચ્છું છું કે મિત્રો બદલી શકાય છે, પણ પડોશીઓ બદલી ન શકાય.”
કાશ્મીરીઓ પણ ભારતીય છે:
શ્રીનગર પોલીસ સ્ટેશનનામાં સગ્રહાયેલા જપ્ત થયેલા વિસ્ફોટમાં વિસ્ફોટ થવાની ઘટના અંગે તેમણે અધિકારીઓની ટીકા કરી.
ઓમાર અબ્દુલ્લાએ કહ્યું.”આ આપણી ભૂલ છે. જે લોકો આ વિસ્ફોટકો અંગે સારી રીતે જાણે છે, તેમને કામ સોંપવાને બદલે કેટલાક અધિકારીઓએ જાતે તેની તપાસ કરવાની પ્રયાસ કર્યો. પરિણામે નવ લોકોએ જીવ ગુમાવ્યા.”
ઓમાર અબ્દુલ્લાએ કહ્યું, “આપણે હજુ સુધી દિલ્હીની ઘટનાના આઘાતમાંથી બહાર નથી આવ્યા, જેમાં દરેક કાશ્મીરી સામે આંગળી ચીંધવામાં આવી રહી છે. એ દિવસ ક્યારે આવશે જ્યારે લોકો સ્વીકારશે કે અમે પણ ભારતીય છીએ અને અમે આવી ઘટનાઓ માટે જવાબદાર નથી?”
આપણ વાંચો: દિલ્હી વિસ્ફોટમાં કેસમાં ખુલાસો, ઉમર પીએમ આવાસ નજીક ગયો હતો, ઉમરના બે સાથી ફરાર



