ખેડૂતોના આંદોલન મુદ્દે ટિપ્પણીના કિસ્સામાં કંગના રનૌત પહોંચી સુપ્રીમ કોર્ટમાં, જાણો નવું કારણ? | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

ખેડૂતોના આંદોલન મુદ્દે ટિપ્પણીના કિસ્સામાં કંગના રનૌત પહોંચી સુપ્રીમ કોર્ટમાં, જાણો નવું કારણ?

નવી દિલ્હીઃ ભારતમાં 2021માં એક મોટું ખેડૂત આંદોલન થયું હતું. આંદોલન વખતે જાણીતી અભિનેત્રી અને વર્તમાન સાંસદ કંગના રનૌત દ્વારા જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી. હવે આ મુદ્દો માનહાનિના કેસ સુધી પહોંચી ગયો છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં સાંસદ કંગના રનૌતે અત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. કંગના રનૌતે માનહાનિનો કેસ રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી છે. આ કેસમાં આગામી શુક્રવારે સુનાવણી થશે તેવું પણ જાણવા મળ્યું છે.

મીડિયાની પોસ્ટ મુદ્દે થયો હતો માનહાનિનો કેસ

મળતી જાણકારી પ્રમાણે ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મેહતાની બેન્ચ આ કેસમાં સુનાવણી કરવાની છે, જ્યારે ખેડૂત આંદોલન થયું ત્યારે કંગનાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. જેના કારણે તેના પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. પંજાબ અન હરિયાણા હાઈ કોર્ટે કંગના રનૌતને માનહાનિ કેસમાં રાહત આપવાની ના પાડી દીધી હતી, જેના કારણે સાંસદ કંગના રનૌત સુપ્રીમ કોર્ટ પહોંચી છે. કંગના અનેક વખત વિવાદિત નિવેદન મોટે ચર્ચામાં આવતી હોય છે. આ પહેલા પણ તે આવા વિવાદમાં સપડાઈ ચૂકી છે. હવે જોવાનું એ રહે છે કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે?

આ પણ વાંચો: પીરિયડ્સમાં હોઉં ત્યારે પણ હું મંદિરમાં જાઉં છું કારણ કે…જાણો કંગનાએ આ મુદ્દા પર શું વાતો કરી

કંગના માનહાનિના કેસમાં કઈ રીતે ફસાઈ?

આ કેસની વાત કરવામાં આવે તો, કંગના રનૌતના વકીલો દ્વારા માનહાનિના કેસને રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા, ન્યાયાધીશ ત્રિભુવન દહિયાની બેન્ચે જણાવ્યું હતું કે અરજદારના વકીલ દ્વારા રજૂ કરાયેલી આગામી દલીલમાં કોઈ તથ્ય નથી. મહત્વની વાત એ છે કે, 2021 ખેડૂત આંદોલન વખતે કંગના રનૌતે અનેક વખત વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં.

સૌથી મહત્વની વાત તો એ હતી કે કંગનાએ આંદોલન કરતા ખેડૂતોને ખાલિસ્તાનીઓ સાથે સરખાવ્યાં હતાં. અન્ય પણ અનેક ટ્વીટ કરીને કંગનાએ વિવાદમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે કંગના પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો અને અત્યારે સુપ્રીમ કોર્ટ જવાની ફરજ પડી હતી. જ્યારે મોદી સરકાર ત્રણ કૃષિ કાયદાને પાછા લઈ લીધા ત્યારે કંગનાએ કહેલું કે આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ હતો. આવા નિવેદનોના કારણ કંગના રનૌતને અત્યારે કોર્ટમાં જવું પડી રહ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button