નેશનલ

પાક-ચીન “જુઠ્ઠાણા”ને શરણે; ભારતનું S-400 એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ અને મહિલા પાઇલટને પકડવાનાં ખોટા દાવા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં તણાવમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આથી હવે પાકિસ્તાન અને તેનો મિત્ર દેશ ચીન જુઠ્ઠાણાને ચરણે બેસી ગયા છે. ભારતના એર ડિફેન્સ સિસ્ટમ S-400 અંગે ચીને દુનિયામાં જે જૂઠ ફેલાવ્યું હતું, તેના પર ભારત તરફથી પ્રતિક્રિયા આવી છે. ભારતના એક સંરક્ષણ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે S-400 સંપૂર્ણપણે સુરક્ષિત છે. સંરક્ષણ અધિકારીએ કહ્યું, ‘એસ-400 સિસ્ટમ નષ્ટ થવાના અથવા કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર પાયાવિહોણા અને ખોટા છે.’

S-400 એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કર્યાનો દાવો

ભારતીય સેના પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપી રહી છે, જેનાથી પાકિસ્તાનની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું છે. આથી તે હવે ખોટા સમાચારો ફેલાવી રહ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે JF-17 ફાઇટર જેટથી છોડવામાં આવેલી હાઇપરસોનિક મિસાઇલોએ આદમપુરમાં ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. જો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ તેનો ખુલાસો કરતાં આ દાવાને ખોટો ગણાવ્યો હતો.

ભારતીય એરફોર્સની મહિલા પાઇલટ પકડાઈ હોવાનો ખોટો દાવો

ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની આર્મી ફફડી ઉઠી છે અને આથી તે સરહદ પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. ભારત તરફથી મળી રહેલા જડબાતોડ જવાબને કારણે પાકિસ્તાનનો કોઇ ઇરાદો સફળ થઈ રહ્યો નથી અને આથી પાકિસ્તાન સોશિયલ મીડિયા પર સતત ખોટી પોસ્ટ કરીને અફવાઓ ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે ભારતીય એરફોર્સની એક મહિલા પાઇલટને પકડી લીધી છે. જેમાં ઘણા પાકિસ્તાની સમર્થકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય એરફોર્સની મહિલા પાઇલટ સ્ક્વોડ્રન લીડર શિવાની સિંહને પકડી લેવામાં આવી છે, જે સંપૂર્ણપણે ખોટી ખબર છે અને આ દાવો પણ સંપૂર્ણપણે ખોટો છે.

PIB ફેક્ટ ચેકમાં થયો ખુલાસો

ભારતીય મહિલા પાઇલટ પકડાયાના ખોટા સમાચાર ઉપરાંત, પાકિસ્તાન ભારતીય ગ્રીડ પર સાયબર હુમલાના ખોટા સમાચાર પણ ફેલાવી રહ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે ગ્રીડ પરના આ હુમલાને કારણે ભારતમાં 70 ટકા વીજળી કાપી નાખવામાં આવી છે, જે સંપૂર્ણપણે ખોટું છે. PIB એ તેના ફેક્ટ ચેકમાં આ વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે.

આ પણ વાંચો… ભારતીય સેનાએ કહ્યું, પાકિસ્તાનના એરબેઝ અને હથિયાર ભંડારને તબાહ કર્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button