આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વળવી વાસ્તવિકતા! અબજોનું રોકાણ છતાં મોટાભાગના પ્રોજેક્ટ્સ નિષ્ફળ કેમ? | મુંબઈ સમાચાર
નેશનલ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વળવી વાસ્તવિકતા! અબજોનું રોકાણ છતાં મોટાભાગના પ્રોજેક્ટ્સ નિષ્ફળ કેમ?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના આગમનથી વૈશ્વિક ઉદ્યોગોમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ તાજેતરના એક અહેવાલે એઆઈની સફળતા અંગે ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા છે. મોટી કંપનીઓ એઆઈમાં અબજો રૂપિયાનું રોકાણ કરી રહી છે, પરંતુ ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓના એઆઈ પ્રોજેક્ટ્સ હજુ પ્રારંભિક તબક્કામાં છે. જ્યારે ઘણા પાયલટ પ્રોજેક્ટ્સ નિષ્ફળ થયા હોવાનો આ અહેવાલ દાવો માંડી રહ્યો છે.

એક અહેવાલ મુજબ, કંપનીઓ જનરેટિવ એઆઈમાં મોટું રોકાણ કરી રહી છે, પરંતુ આનાથી આવકમાં વધારો થઈ રહ્યો નથી. ઘણી કંપનીઓ એઆઈના અપગ્રેડેડ મોડેલ્સ લાવી રહી છે, પરંતુ માત્ર 5% પાયલટ પ્રોજેક્ટ્સ જ સફળ થયા છે. આ નિષ્ફળતા એઆઈ ઉદ્યોગના ભવિષ્ય અંગે ચિંતા ઉભી કરે છે અને તેની સરખામણી પાણીના પરપોટા સાથે થઈ રહી છે.

એઆઈ પ્રોજેક્ટ્સની નિષ્ફળતાના કારણો

અહેવાલ પ્રમાણે એઆઈ પ્રોજેક્ટ્સની નિષ્ફળતા પાછળ મુખ્ય કારણ નબળું એકીકરણ, નબળું પ્રદર્શન અને અનુકૂલનની ખામીઓ છે. સંશોધન મુજબ, એઆઈ માત્ર 30% ઓફિસ કાર્યોને હેન્ડલ કરી શકે છે, બાકીનું કામ મનુષ્યોને જ કરવું પડે છે. એન્ટરપ્રાઇઝ સ્તરે એઆઈની અપનાવવામાં નિષ્ફળતાનું મુખ્ય કારણ શીખવાની ખામી (લર્નિંગ ગેપ) જણાવાયું છે, જે એઆઈની અપેક્ષાઓ અને વાસ્તવિક પરિણામો વચ્ચેનું અંતર દર્શાવે છે.

એઆઈથી ગ્રાહક સેવા, ઓટોમેટેડ કન્ટેન્ટ નિર્માણ અને ઉત્પાદકતામાં વધારો થવાની આશા હતી, પરંતુ એમઆઈટીના અભ્યાસમાં જણાયું છે કે વ્યવસાયોના પરિણામો અને લોકોની ધારણાઓમાં તફાવત છે. એઆઈની અદ્યતન ટેક્નોલોજી હજુ પણ મર્યાદિત ક્ષમતા ધરાવે છે, જેના કારણે ઘણા પ્રોજેક્ટ્સ અપેક્ષા મુજબ પરિણામ આપી શકતા નથી. આ સ્થિતિ એઆઈ ઉદ્યોગને વધુ સારી રણનીતિ અને તાલીમની જરૂરિયાત દર્શાવે છે.

ભવિષ્યની દિશા અને પડકારો

આ અહેવાલ એઆઈ ઉદ્યોગ માટે એક ચેતવણી છે કે ઝડપી રોકાણની સાથે વ્યવહારુ અમલીકરણ અને તાલીમ પર ધ્યાન આપવું જરૂરી છે. જો લર્નિંગ ગેપ અને એકીકરણની સમસ્યાઓ દૂર નહીં થાય, તો એઆઈની સંભવિતતા મર્યાદિત રહી શકે છે. કંપનીઓએ એઆઈના વિકાસમાં વધુ વ્યવસ્થિત અભિગમ અપનાવવો પડશે, જેથી તે ખર્ચ અને ઉત્પાદકતાના લક્ષ્યોને પૂર્ણ કરી શકે.

આ પણ વાંચો…આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભારતીયો માટે કરી એઆઈ ટૂલ્સના મફત સબ્સ્ક્રિપ્શનની માંગ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button