વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનના એજન્ડા અને કેનેડાની કુટનીતીઓ વિશે કહ્યું કે….
નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે એક ઈન્ટરવ્યુમાં ચીન, પાકિસ્તાન અને કેનેડાને આડે હાથે લીધું હતું. તેમણે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું તો ખાલિસ્તાની અલગતાવાદીઓને આશ્રય આપવા બદલ કેનેડાની પણ ટીકા કરી હતી. આ સાથે તેમણે ચીન સાથેના વિવાદને ઉકેલવા અંગે ભારતની નીતિઓ વિશે પણ વાત કરી.
વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ છે, પરંતુ ભારતે સામે એ વધારે સમય આ રમત રમી શકશે નહિ. આ સાથે જ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે પાકિસ્તાનને ક્યારેય પણ ભારત સાથે વાત કરવી હોય તો તે આતંકવાદનો સહારો લે છે. પોતાના મનસૂબાને પૂરા કરવા માટે સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલે છે. જોકે ભારતે હવે પાડોશી દેશની આતંકવાદ નીતિને ખોખરી કરી નાખી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે એવું નથી કે અમે પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર નથી પરંતુ પાકિસ્તાન જે શરતો મુકે છે તે અમેને મંજૂર નથી. કારણકે પાકિસ્તાન આતંકવાદના આધારે પોતાની વાત મનાવવા માંગે છે જે કોઈપણ સંજોગોમાં ભારત સ્વીકારશે નહિ. તેમજ પાકિસ્તાન હવે કોઈપણ પ્રકારની રમત રમશે તો ભારત તેને સ્વીકારશે નહિ.
કેનેડામાં વધતી જતી ખાલિસ્તાની ઉગ્રવાદી ઘટનાઓ વિશે વાત કરતા વિદેશ પ્રધાને કહ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોને નુકસાન પહોંચાડનારી ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં કેનેડે સામેલ થયું છે. અનેને લાગે છે કે આ ન તો ભારતના હિતમાં છે કે ન તો કેનેડાના હિતમાં છે. પરંતુ કેનેડા આ વાતને સમજી રહ્યું નથી અને ખાલિસ્તાનીઓને છાવરી રહી છે. તો ભારત પણ આ મુદ્દે કેનેડાને ક્યારેય મચક નહિ આપે.