ટોપ ન્યૂઝનેશનલ

વિદેશ પ્રધાન જયશંકરે રાજદ્વારી ક્ષેત્રે મોરચો સંભાળ્યો; US-EU અને ઇટાલી સાથે વાત કરી

નવી દિલ્હી: ગુરુવારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યા બાદ ભારતે વાળતી કાર્યવાહી કરી. બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવી રહેલી કર્યવાહી વચ્ચે, ભારતના વિદેશ પ્રધાન જયશંકરે રાજદ્વારી ક્ષેત્રે મોરચો સંભાળ્યો છે. તેનો સતત વિવિધ દેશના નેતાઓ સાથે વાત કરી રહ્ય છે.

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ બાબતે યુરોપિયન યુનિયન સાથે વાત કરી છે. આ ઉપરાંત તેમણે ઇટાલીના વિદેશ પ્રધાન સાથે પણ વાત કરી છે.

વધતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન ઇસ્લામાબાદની મુલાકાત લેશે. તેઓ ભારત સાથે તણાવ ઓછો કરવા માટે સરકારને સમજાવવા પાકિસ્તાન જઈ રહ્યા છે. નોંધનીય છે કે ગુરુવારે ભારતના વિદેશ પ્રધાન નવી દિલ્હીમાં ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી અને સાઉદી અરેબિયાના વિદેશ રાજ્ય પ્રધાન અદેલ અલજુબેરને મળ્યા હતાં.

આપણ વાંચો: પીએમ મોદી ડિમાન્ડિંગ બોસ છે, રોજ કામનો હિસાબ લે છેઃ વિદેશ પ્રધાન જયશંકરે કહી દીધી મનની વાત

અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને કડક શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ.

નેપાળે ભારતને સમર્થન આપ્યું છે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે આ સમયે ભારતની સાથે ઉભા છીએ.

નેપાળી વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે આ દુઃખદ અને મુશ્કેલ સમયમાં ભારતની સાથે છીએ. નેપાળે કહ્યું કે અમે આ બર્બર આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ. અમે તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરીએ છીએ અને તેનો યોગ્ય જવાબ આપવો જ જોઇએ.

નેપાળ સરકારે કહ્યું કે અમે એ સિદ્ધાંતનું પાલન કરીશું કે અમારી જમીનનો ઉપયોગ પડોશી દેશો વિરુદ્ધ ન થવો જોઈએ. આ સાથે, નેપાળે પાકિસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધના અંત અને શાંતિપૂર્ણ વાતાવરણ સ્થપાવાની આશા પણ વ્યક્ત કરી હતી.

નેપાળે કહ્યું કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે બંને દેશો વચ્ચે તણાવનો અંત આવે તે જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button