કેરળ: એર્નાકુલમમાં વિસ્ફોટ થયા એ સમયે સીએમ વિજયન ગાઝામાં યુદ્ધવિરામ માટેના પ્રદર્શનમાં હતા
નેશનલ

કેરળ: એર્નાકુલમમાં વિસ્ફોટ થયા એ સમયે સીએમ વિજયન ગાઝામાં યુદ્ધવિરામ માટેના પ્રદર્શનમાં હતા

આજે રવિવારે સવારે કેરળના એર્નાકુલમના કલામસેરીમાં ઈસાઈ સમુદાયના ધાર્મિક સંમેલનની પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટો થયા હતા. આજે સવારે જયારે વિસ્ફોટો થયા ત્યારે કેરળના સીએમ પિનરાઈ વિજન અને તેમની સાથે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) નેતા સીતારામ યેચુરી ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો વિરોધના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા.

જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે સીએમ વિજયન વિસ્ફોટના સમાચાર પહેલા કે પછી વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા હતા.

એક વિડીયોમાં વિડિયોમાં મુખ્ય પ્રધાન વિજયનને CPM નેતાઓ સીતારામ યેચુરી અને વૃંદા કરાટ સાથે AKG ભવન બહાર વિરોધ પ્રદર્શનમાં જોડાતા જોઈ શકાય છે. પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલા પોસ્ટરોમાં લખ્યું હતું, ‘ગાઝામાં આ નરસંહાર આક્રમણ બંધ કરો.’ એવી ચર્ચાઓ પણ થઇ રહી છે કે આ વિસ્ફોટ પાછળ ગાઝા સમર્થક સંગઠનોનો હાથ હોઈ શકે છે. દેશમાં યહૂદી ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઘટના સ્થળે હાજર લોકો એ જણાવ્યું હતું કે, 9 વાગ્યાની આસપાસ થયેલા વિસ્ફોટ પછી, આગામી એક કલાકમાં ત્રણ થી ચાર વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button